ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ પહોંચતા ઈમરાન ખાન સરકાર હચમચી, મૌલાના ફઝલુર રહેમાને આપ્યું અલ્ટિમેટમ

|

Nov 02, 2019 | 3:53 PM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની મુશ્કેલી વધી રહી છે. ઈસ્લામાબાદમાં મૌલાનાની માર્ચ પહોંચતા ઈમરાન ખાન સરકાર હચમચી ગઈ છે. ઈમરાનનના નાકમાં મૌલાનાએ દમ કરી રાખ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાનના રાજીનામાની માંગ પર અડગ છે મૌલાના ફઝલુર રહેમાન. લગભગ 2 લાખ લોકનો સંબોધન કરતા મૌલાનાએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું. તેણે કહ્યું- અમે ઈમરાન ખાનને 48 કલાકનો સમય આપીએ […]

ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ પહોંચતા ઈમરાન ખાન સરકાર હચમચી, મૌલાના ફઝલુર રહેમાને આપ્યું અલ્ટિમેટમ

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની મુશ્કેલી વધી રહી છે. ઈસ્લામાબાદમાં મૌલાનાની માર્ચ પહોંચતા ઈમરાન ખાન સરકાર હચમચી ગઈ છે. ઈમરાનનના નાકમાં મૌલાનાએ દમ કરી રાખ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાનના રાજીનામાની માંગ પર અડગ છે મૌલાના ફઝલુર રહેમાન. લગભગ 2 લાખ લોકનો સંબોધન કરતા મૌલાનાએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું. તેણે કહ્યું- અમે ઈમરાન ખાનને 48 કલાકનો સમય આપીએ છીએ. તેઓ રાજીનામું આપે અને ઘરે જાય. પાકિસ્તાને ઈમરાન ખાનથી સ્વાભિમાનહીન વડાપ્રધાન નથી જોયો. તેમણે દેશને વેચી દીધો છે.

આ પણ વાંચોઃ રાજ્યભરમાં ‘મહા’ વાવાઝોડાની અસરના પગલે સરકાર દ્વારા NDRFની 15 ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવાઈ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે ઇમરાન ખાનને ‘પાકિસ્તાનના ગોર્બાચેવ’ કહી કહ્યુ કે, તેઓ શાંતિપૂર્ણ રીતે દેખાવ કરી રહેલા લોકોની પરીક્ષા લીધા વગર પદનો ત્યાગ કરી દે. રહમાને કહ્યુ કે, સંસ્થાઓને નહીં, પરંતુ દેશના લોકોને પાકિસ્તાન પર શાસન કરવાનો અધિકાર છે. ઈસ્લામાબાદ પહોંચલી આઝાદી માર્ચમાં નવાઝ શરીફના ભાઇ શહબાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો પણ સામેલ થયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રેલીમાં હાજર રહીને સરકારનો વિરોધ કરતા કહ્યુ કે, ઇમરાન ખાન કઠપુતળી છે.નોંધનિય છે કે, દક્ષિણપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ જેયૂઆઈ-એફના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને 27મી ઓક્ટોબરના રોજ વિપક્ષના નેતાઓ સાથે દક્ષિણના સિંધ પ્રાંતથી ‘આઝાદી માર્ચ’ શરૂ કરી હતી. આ માર્ચ ઇસ્લામાબાદમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article