મંગળ ગ્રહ પર પહોંચવું છે? તો પકડો જલ્દીથી ફ્લાઇટ, જાણો શું છે યોજના?

|

Oct 26, 2020 | 5:27 PM

અમેરીકી કંપની સ્પેસએક્સે મંગળ ગ્રહ પર માણસને વસાવાની યોજના માટે નવી જાણકારી આપી છે. સ્પેસએક્સ કંપનીની સીઓઓ ગિની શૉટવેલે એક ખાનગી મેગેઝીનને કહ્યું કે મંગળ ગ્રહ પર માણસને વસાવામાં સ્ટારલિંક સેટેલાઇની ભૂમિકા પ્રમુખ રહેશે. સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા કંપની મંગળ ગ્રહ પર ઇન્ટરનેટ એક્સેસ આપવા ઇચ્છી રહી છે. સ્પેસએક્સનું કહેવું છે કે આ સેટેલાઇટ બે ગ્રહોને […]

મંગળ ગ્રહ પર પહોંચવું છે? તો પકડો જલ્દીથી ફ્લાઇટ, જાણો શું છે યોજના?

Follow us on

અમેરીકી કંપની સ્પેસએક્સે મંગળ ગ્રહ પર માણસને વસાવાની યોજના માટે નવી જાણકારી આપી છે. સ્પેસએક્સ કંપનીની સીઓઓ ગિની શૉટવેલે એક ખાનગી મેગેઝીનને કહ્યું કે મંગળ ગ્રહ પર માણસને વસાવામાં સ્ટારલિંક સેટેલાઇની ભૂમિકા પ્રમુખ રહેશે. સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા કંપની મંગળ ગ્રહ પર ઇન્ટરનેટ એક્સેસ આપવા ઇચ્છી રહી છે. સ્પેસએક્સનું કહેવું છે કે આ સેટેલાઇટ બે ગ્રહોને જોડવાનું કામ કરશે.

સીઇઓ ગિની શૉટવેલે  કહ્યું કે એક વાર લોકો મંગળ ગ્રહ પર પહોંચી  જશે તો એમને ધરતીના લોકો સાથે વાતચીત કરવી પડશે, આ કામમાં સ્ટારલિંક સેટેલાઇટની ભૂમિકા મહત્વ રહેશે.સ્પેસએક્સ કંપનીની યોજના છે કે 2050 સુધી 10 લાખ લોકો મંગળ ગ્રહ સુધી પહોંચે. કંપનીની યોજના પ્રમાણે મંગળ ગ્રહ માટે રોજ 3 ફ્લાઇટ ઉડશે એટલે કે વર્ષમાં લગભગ 1 હજાર ફ્લાઇટ ઉડશે અને  દરેક ફ્લાઇટમાં 100 લોકો એક સાથે નવા ગ્રહ પર જવા માટે યાત્રા કરશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પહેલા 2017 માં એલન માસ્કે કહ્યું કે 2022 સુધી મંગળ પર બે કાર્ગો વિમાન મોકલવા ઇચ્છે છે, અને 2024 સુધી અન્ય ચાર ફ્લાઇટ્સ, અને ચાર ફ્લાઇટ્સમાંથી 2 ફ્લાઇટમાં માણસો મુસાફરી કરી શકશે. સ્પેસએક્સ સ્ટારશિપ રૉકેટ દ્વારા  માણસને મંગળ પર મોકલવા ઇચ્છે છે, ગયા મહીને એલન માસ્કે કહ્યું કે રૉકેટ તૈયાર કરવાનું કામ આગળ વધી રહ્યું છે, જો કે તેમણે સ્વીકાર કર્યુ કે મંગળ પર શહેર વસાવવું મુશ્કેલ છે અને આ દરમિયાન ઘણા ખતરા પણ રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article