Breaking News: માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

માર્ક ઝકરબર્ગે સંકેત આપ્યો છે કે જે કામ કરવા માટે મોટી ટીમની જરૂર પડતી હતી, તે હવે AI ની મદદથી એક જ વ્યક્તિ કરી શકશે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા હવે 20% કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે.

Breaking News: માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ
| Updated on: Mar 14, 2026 | 9:03 PM

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવે હવે વ્હાઇટ કોલર જોબ્સ પર સીધો પ્રહાર શરૂ કર્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની Meta ટૂંક સમયમાં તેના ઇતિહાસની સૌથી મોટી છટણી કરવા જઈ રહી છે. રોયટર્સના અહેવાલ મુજબ, કંપની તેના કુલ વર્કફોર્સના અંદાજે 20 ટકા કર્મચારીઓને ઘરભેગા કરી શકે છે.

15,000 લોકોની રોજગારી પર જોખમ

31 ડિસેમ્બર સુધીના આંકડા મુજબ મેટા પાસે અંદાજે 79,000 કર્મચારીઓ છે. જો 20 ટકાનો આંકડો ગણવામાં આવે તો, લગભગ 15,000 થી વધુ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડશે. કંપનીએ પહેલાથી જ તેના સીનિયર અધિકારીઓને તૈયાર રહેવા માટે સૂચના આપી દીધી છે.

AI પર 55 લાખ કરોડનું રોકાણ

માર્ક ઝકરબર્ગ હવે ‘હ્યુમન પાવર’ ને બદલે ‘AI પાવર’ પર દાવ લગાવી રહ્યા છે. મેટાએ વર્ષ 2028 સુધીમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 600 બિલિયન યુએસ ડોલર (અંદાજે 55 લાખ કરોડ રૂપિયા) ખર્ચવાનું આયોજન કર્યું છે. ઝકરબર્ગનું માનવું છે કે હવે એક પ્રતિભાશાળી વ્યક્તિ AI ની મદદથી એ આખો પ્રોજેક્ટ સંભાળી શકે છે જેના માટે અગાઉ મોટી ટીમની જરૂર પડતી હતી.

2022 કરતા પણ ભયાનક સ્થિતિ?

યાદ અપાવી દઈએ કે, નવેમ્બર 2022 માં મેટાએ 11,000 લોકોને અને ત્યારબાદ 10,000 લોકોને છૂટા કર્યા હતા. જો આ વખતે 15,000 ની છટણી થશે, તો તે મેટાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી કપાત સાબિત થશે. જોકે, હજુ સુધી આ છટણીની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઓફિસના ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Breaking News: મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક સ્થિતિ! બગદાદમાં અમેરિકી દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ પ્રહાર