સાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર

|

Mar 22, 2019 | 6:57 AM

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે તેના પ્રચારમાં પણ તમામ રાજકીય પક્ષો જોડાઇ ગયા છે. ત્યારે દેશની બહાર પણ ભારતીયો લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે આતુર બન્યા છે. સાત સમુ્દ્ર પાર લંડનમાં રવિવારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોવા મળ્યો હતો. આ પણ વાંચો : મનોહર પર્રિકરનું અવસાન થતાં ગોવામાં રાજકીય […]

સાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર

Follow us on

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે તેના પ્રચારમાં પણ તમામ રાજકીય પક્ષો જોડાઇ ગયા છે. ત્યારે દેશની બહાર પણ ભારતીયો લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે આતુર બન્યા છે. સાત સમુ્દ્ર પાર લંડનમાં રવિવારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : મનોહર પર્રિકરનું અવસાન થતાં ગોવામાં રાજકીય સંક્ટ, નવા મુખ્યમંત્રી માટે નાના પક્ષોએ શરૂ કરી ખેંચતાણ

લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપના વિદેશી એકમ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીએ યૂરોપીય રેસિંગ અદ્વેત દેવધર સાથે આ પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેઓ અલગ અલગ વિસ્તારમાં ગાડીઓ સાથે રેલી કાઢી હતી. તો કોંગ્રેસ પણ તેમાં વિદેશી નાગરિકોનું સમર્થન મેળવવામાં પાછળ રહ્યું ન હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

OFBJPના અધ્યક્ષ કુલદીપ શેખાવતે જણાવ્યું હતું કે બ્રિટનમાં લગભગ 10 હજાર પ્રવાસી ભારતીય રહે છે, જે ભારતની ચૂંટણીમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ભાગ લે છે. જ્યારે IOC યૂકેના પ્રવક્તા સુધાકર ગોડએ જણાવ્યું કે આ વખતે ચૂંટણી પ્રચાર અભિયાનની અમારી થીમ કોંગ્રેસ પાર્ટીને સત્તામાં લાવવા માટે અને ભારતની પ્રતિષ્ઠા પરત અપાવવા માટેની છે.

આ રેલીમાં હજારો સ્થાનીય કાર્યકર્તા અને બન્ને પક્ષના સમર્થકો સામેલ થયાં હતા. આ બન્ને પક્ષ દ્વારા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જે જોતાં લાગી રહ્યું છે કે ભારતની 2019ની લોકસભાની ચૂંટણી ગ્લોબલ બનવા જઇ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:09 am, Mon, 18 March 19

Next Article