યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત કરી દઈએ……નેતન્યાહુએ જાહેરાત સાથે રાખી આ શરત

|

Oct 18, 2024 | 2:15 PM

ઈઝરાયેલે અત્યાર સુધીમાં હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓને ખતમ કરી નાખ્યાં છે. ગાઝા પટ્ટીમાં હમાસની કમર તોડી નાખી છે. હમાસના છેલ્લા ટોચના નેતા યાહ્યા સિનવારને પણ ગુરુવારે બે સાથીદારો સાથે ઈઝરાયેલના હુમલાનો શિકાર બનાવ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી છે. નેતન્યાહુએ સિનવારના મૃત્યુ બાદ, નેતા વિનાના હમાસને મોટી ઓફર કરી છે.

યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત કરી દઈએ......નેતન્યાહુએ જાહેરાત સાથે રાખી આ શરત

Follow us on

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે, જો હમાસ ઇઝરાયેલના બંધકોને પરત કરવા અને તેમના શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત થાય, તો યુદ્ધ આવતીકાલે જ સમાપ્ત થઈ જશે.

હવે જોવાનું એ રહે છે કે, હમાસ બેન્જામિન નેતન્યાહુના પ્રસ્તાવને સ્વીકારે છે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય છે કે યાહ્યા સિનવારને, ગઈકાલ 17 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલની સેનાએ માર્યો હતો. હમાસના વડા સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલમાં હવાઈ અને જમીન માર્ગે કરેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. બરાબર એક વર્ષ અને 10 દિવસ બાદ ઇઝરાયેલે યાહ્યા સિનવારને મારી નાખ્યો. યાહ્યા સિનવારની સાથે અન્ય બે આતંકીઓ પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

ગાઝાના લોકોને સીધો સંદેશ

બેન્જામિન નેતન્યાહુએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો મેસેજમાં કહ્યું કે, યાહ્યા સિનવર મરી ગયો છે. ઇઝરાયેલના બહાદુર સૈનિકોએ તેને રફાહમાં મારી નાખ્યો છે. જો કે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી. પરંતુ આ ચોક્કસપણે યુદ્ધના અંતની શરૂઆત છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ એ છે કે યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે, પરંતુ તે ત્યારે જ સમાપ્ત થશે જો હમાસ તેના શસ્ત્રો મૂકે અને ઇઝરાયેલી બંધકોને પરત કરાય.

બંધકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ

નેતન્યાહુએ માહિતી આપી છે કે, હમાસે ગાઝામાં 101 લોકોને બંધક બનાવ્યા છે. જેમાં ઈઝરાયેલ સહિત 23 દેશોના નાગરિકો સામેલ છે. ઇઝરાયેલ તે તમામને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ બંધકોને પરત કરનારાઓની સુરક્ષાની ખાતરી આપે છે.

ઇઝરાયેલ બંધકોને શોધી કાઢશે

નેતન્યાહુએ બંધકોને પકડી રાખનારાઓને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુકસાન પહોંચાડનારાઓને ઇઝરાયેલ ચોક્કસપણે શોધી કાઢશે. નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદની ધરી સૌ કોઈની નજર સામે તોડવામાં આવી રહી છે.

આતંકના શાસનનો અંત આવશે

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વધુમાં કહ્યું કે, હિઝબુલ્લાના નસરાલ્લાહ ચાલ્યા ગયા છે. મોહસીનનું પણ મોત થયું હતું. હાનિયા, દેફ અને સિનવરનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ઈરાને પોતાના પર અને સીરિયા, લેબનોન અને યમનના લોકો પર લાદેલા આતંકનું શાસન હવે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે જે લોકો મધ્ય પૂર્વમાં શાંતિ અને સારું ભવિષ્ય ઈચ્છે છે તેમણે એક થવું જોઈએ.

હમાસના હુમલામાં 1200 લોકોના મોત થયા હતા

7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઈઝરાયેલ પર ઈતિહાસમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કર્યો. લગભગ 2500 હમાસ આતંકવાદીઓએ સમગ્ર ઇઝરાયેલમાં મૃતદેહો ઢાળી દીધા હતા. આ આતંકવાદી હુમલામાં 1200 થી વધુ ઇઝરાયલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Next Article