નૈરોબી-મોમ્બાસા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જયાઓ છે જેમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે અને એક હાથીનું મૃત્યુ થયું છે. ભયાનક માર્ગ અકસ્માત, જેમાં એક બાદ મોમ્બાસાથી નૈરોબી જતી હતી. આ અકસ્માત કાઉન્ટીના મંગુ ખાતે પૂર ઝડપે જય રહેલી બસે હાથીને ટક્કર માર્યા બાદ થયો હતો.
અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્થાનિક લોકો હાથીના મૃત્યુની વાત સાંભળી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. જોકે અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય લોકોને સારવાર માટે વોઈની મોઈ કાઉન્ટી રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હાથી ત્સાવો ઈસ્ટ નેશનલ પાર્કમાંથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. જોકે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ મુસાફરોના મોતના સમાચાર સામે નથી આવ્યા. જેના કારણે અકસ્માતમાં બચી ગયા બાદ મુસાફર ભગવાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બસ હાથી સાથે અથડાઈ તે પછી તેના સીટબેલ્ટે તેને ગંભીર ઈજાઓથી બચાવ્યો.
અગાઉ આ જ પ્રકારે એલ્ડોરેટ-નાકુરુ હાઇવે પર એક સ્થળ પર માર્ગ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા બે સગીર હતા, જેમની ઉંમર 10 મહિનાથી સાત વર્ષની વચ્ચે હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે માહિતી મેળવી હતી કે ટોટલ ટ્રેડિંગ સેન્ટર પર અકસ્માત એલ્ડોરેટ તરફ જતી બસને કારણે થયો હતો , ડ્રાઇવરે બસ પર કાબૂ ગુમાવ્યો હતો અને એક કારને ટક્કર મારી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો