જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનનો માત્ર એક ડોઝ કોરોના સામે આપશે રક્ષણ, ટૂંક સમયમાં મળશે મંજુરી

|

Feb 25, 2021 | 2:16 PM

એફડીએ યુ.એસ. માટે ત્રીજી vaccine ને મંજૂરી આપવા જઈ રહ્યું છે. જહોન્સન એન્ડ જહોન્સન દ્વારા આ વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રસીનો એક જ ડોઝ પુરતો છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનનો માત્ર એક ડોઝ કોરોના સામે આપશે રક્ષણ, ટૂંક સમયમાં મળશે મંજુરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો કોરોનાની રસી (vaccine)  લાવવા માટે જઈ રહ્યું છે. આ વેક્સિનનો (vaccine) માત્રની એક ડોઝ વાયરસ સામે અસરકારક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુ.એસ.ના નિયમનકારોએ બુધવારે આ માહિતી આપી હતી.

USના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ના સ્વતંત્ર સલાહકારો શુક્રવારે વેક્સિન પર ચર્ચા કરવાના છે, જેના આધારે તેના ઉપયોગને થોડા દિવસોમાં મંજૂરી આપવામાં આવી શકે છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સન વેક્સિન કોરોના સામે 66% અસરકારક

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એફડીએ વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે કોરોનાના મધ્યમથી ગંભીર સ્તરના સંક્રમણને રોકવા માટે આ વેક્સિન લગભગ 66 ટકાની અસરકારકતા ધરાવે છે.

એફડીએએ કહ્યું જ્હોન્સન એન્ડ જ્હોન્સનના કારણે રસીકરણમાં આવશે તેજી

એફડીએએ જણાવ્યું છે કે જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો આ એક ડોઝ વેક્સિન અસરકારક છે. આ વેક્સિનના કારણે રસીકરણના અભિયાનને વેગ મળશે અને વેક્સિન ઉપયોગ માટે સલામત છે.

એફડીએ યુ.એસની ત્રીજી વેક્સિનને મંજૂરી આપશે

એફડીએ યુ.એસ. માટે ત્રીજી રસીને મંજૂરી આપવા જઈ રહ્યું છે. આ મંજુરીથી ફક્ત એક પગથું દૂર છે. અત્યાર સુધી, યુ.એસ. માં લગભગ 45.5 કરોડ લોકોને ફાઇઝર અથવા મોડર્ના દ્વારા ઉત્પાદિત રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે બે કરોડ લોકોને બીજો ડોઝ મળી ગયો છે.

Next Article