Julian Assange: યુકે કોર્ટનો મોટો નિર્ણય, ‘જુલિયન અસાંજે’નું અમેરિકા પ્રત્યાર્પણ થશે, 175 વર્ષની સજા ભોગવવી પડશે

બ્રિટનની એક કોર્ટના ન્યાયાધીશે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

Julian Assange: યુકે કોર્ટનો મોટો નિર્ણય, જુલિયન અસાંજેનું અમેરિકા પ્રત્યાર્પણ થશે, 175 વર્ષની સજા ભોગવવી પડશે
Julian Assange sentenced to 175 years in prison for extradition to UK
| Edited By: | Updated on: Apr 20, 2022 | 4:40 PM

બ્રિટનની એક કોર્ટના ન્યાયાધીશે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે(Julian Assange)ને અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં તેને તેના પ્રકાશન સંબંધિત કામ માટે 175 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. વિકિલીક્સે (WikiLeaks) આ માહિતી આપી છે. આ નિર્ણય હવે યુકેના ગૃહમંત્રી પ્રિતિ પટેલ(UK Home Minister Priti Patel)ને જશે. ડિફેન્સ પાસે હવે સબમિશન માટે 18 મે સુધીનો સમય છે. અસાંજે અમેરિકા(USA)માં ટ્રાયલનો સામનો કરશે. તેના પર ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ સાથે જોડાયેલી ગુપ્ત ફાઈલો પ્રકાશિત કરવાનો આરોપ છે. હવે આગળનો નિર્ણય પ્રીતિ પટેલ લેશે. જો તે અસાંજેના પ્રત્યાર્પણને મંજૂરી આપે તો પણ અસાંજેના વકીલો હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.

જો તે અસાંજેના પ્રત્યાર્પણને મંજૂરી આપે તો પણ અસાંજેના વકીલો હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલ આ કેસ આખરે બુધવારે સેન્ટ્રલ લંડનના મેજિસ્ટ્રેટના આદેશ સાથે તેના નિષ્કર્ષ પર પહોંચે તેમ જણાય છે. તેમના વકીલ, બ્રિનબર્ગ પીયર્સે ગયા મહિનાની શરૂઆતમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમણે (જુલિયન અસાંજે) અગાઉ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા હતા, જેના કારણે તેમણે હજુ સુધી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી નથી.” અપીલની આ પ્રક્રિયા હજુ શરૂ કરવાની બાકી છે.’ ગયા મહિને, અસાંજેને યુએસ પ્રત્યાર્પણ સામે યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

500,000 ગુપ્ત ફાઇલો છાપવામાં આવી છે

અફઘાનિસ્તાન અને ઇરાકમાં તેની સૈન્ય કામગીરી સાથે સંબંધિત 500,000 ગુપ્ત ફાઇલો પ્રકાશિત કરવા બદલ યુએસ તેની સામે કાર્યવાહી કરવા માંગે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં, તેને રાહત મળી હતી કારણ કે એવો ભય હતો કે જો તેને યુએસમાં મહત્તમ સુરક્ષા સ્થળે રાખવામાં આવશે તો તે આત્મહત્યા કરી શકે છે. પરંતુ અમેરિકી સરકારની અપીલ બાદ બે દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં ઓસ્ટ્રેલિયન નાગરિક અસાંજેના વકીલોએ કહ્યું કે અસાંજેને જેલમાં એકાંતમાં ન રાખવો જોઈએ અને તેની યોગ્ય કાળજી લેવી જોઈએ.

અસાંજે એ આખરે શું છાપ્યું?

અસાંજે વિકિલીક્સ પર ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલા સૈન્ય અભિયાનો સંબંધિત માહિતી પ્રકાશિત કરી હતી. તેમાં અમેરિકન સૈનિકોના હેલિકોપ્ટરથી ઈરાકમાં નાગરિકોને ગોળીબાર કરતા હોવાના ફૂટેજનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વર્ષ 2012માં તેણે સ્વીડનમાં યૌન શોષણના મામલામાં પ્રત્યાર્પણથી બચવા માટે લંડનમાં એક્વાડોર દૂતાવાસમાં શરણ લીધી હતી. જો કે, આ મામલો હવે સમાપ્ત થઈ ગયો છે.

 

આ પણ વાંચો-Blast in Kabul: ફરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો, લોકોમાં ભયનો માહોલ

Published On - 4:02 pm, Wed, 20 April 22