જોનસન એન્ડ જોનસને કોવિડ-19 વેક્સીનનું ટ્રાયલ અટકાવ્યું, એક વોલેન્ટિયરમાં દેખાઈ આડઅસર

|

Oct 13, 2020 | 10:10 PM

કોરોના વાઈરસ વેક્સીનને લઈને અમેરિકા પ્રથમ હરોળમાં માનવામાં આવે છે, પરંતુ અમેરિકામાં વેક્સિનને લઈ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. એસ્ટેજેનેકા બાદ વધુ એક કોરોના વેક્સિનની ટ્રાયલ ઉપર રોક લગાવવાની ફરજ પડી છે, એક સ્વયંસેવકમાં સાઈડ ઈફેક્ટના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકી કંપની જૉનસન એન્ડ જૉનસને પોતાની કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ પર પ્રતિબંધ લગાવી દીધો […]

જોનસન એન્ડ જોનસને કોવિડ-19 વેક્સીનનું ટ્રાયલ અટકાવ્યું, એક વોલેન્ટિયરમાં દેખાઈ આડઅસર

Follow us on

કોરોના વાઈરસ વેક્સીનને લઈને અમેરિકા પ્રથમ હરોળમાં માનવામાં આવે છે, પરંતુ અમેરિકામાં વેક્સિનને લઈ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. એસ્ટેજેનેકા બાદ વધુ એક કોરોના વેક્સિનની ટ્રાયલ ઉપર રોક લગાવવાની ફરજ પડી છે, એક સ્વયંસેવકમાં સાઈડ ઈફેક્ટના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકી કંપની જૉનસન એન્ડ જૉનસને પોતાની કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૉનસન એન્ડ જૉનસન કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે Covid-19 વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલ માટે સ્વયંસેવકોને આપવાના ડોઝ ઉપર તાત્કાલિક બ્રેક લગાવી દીધી છે. કંપની ફેઝ 3નું ટ્રાયલ કરી રહી છે. સંશોધન દરમ્યાન એક સ્વયંસેવક બીમાર થવાના લીધેથી આ પગલા ઉઠાવામાં આવ્યા છે. જૉનસન એન્ડ જૉનસનએ અમેરિકામાં કોરોના વાઈરસ વેક્સીન (Covid-19 vaccine)ના ક્લીનિકલ ટ્રાયલ માટે એક ઑનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી હતી, જેના માધ્યમથી 60,000 દર્દીઓ પર ટ્રાયલ થઈ રહ્યુ હતુ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જૉનસન એન્ડ જૉનસને જ્યારે આ વેક્સીનના અંતિમ ચરણના પરીક્ષણને શરૂ કર્યુ હતુ, અલગ અલગ વર્ગના પરીક્ષણને ધ્યાનમાં લેતા અમેરિકા, દક્ષિણ અફ્રીકા, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરૂમાં 60 હજાર લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. કંપનીએ હવે હાલ માટે આ પ્લેટફૉર્મને બંધ કરી દીધુ છે અને બીમારીની તપાસ અને આગળની કાર્યવાહી માટે એક સેફ્ટી કમિટીની બેઠક બોલાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article