એપસ્ટીન ફાઈલ્સનું નામ પડતા જ ટ્રમ્પના છક્કા કેમ છૂટી જાય છે? 19 ડિસે. જાહેર થનારી આ ફાઈલમાં ભારતના ક્યાં મોટા નેતાનું નામ ખૂલ્યુ છે?- વાંચો

એપસ્ટીન ફાઈલ્સ પરથી 19 ડિસેમ્બરે પરદો ઉંચકાવા જઈ રહ્યો છે. જેના પર મીડિયા નજરો ટકાવીને બેઠુ છે. અનેક રાજકીય દિગ્ગજો આ ફાઈલ ખૂલવાના વિચાર માત્રથી ફફડવા લાગે છે. કારણ કે જેવા પત્તા ખૂલશે તેવો રાજનીતિમાં હાહાકાર મચી જવાનો છે. આ ચર્ચા એક એવી વ્યક્તિની ફાઈલ્સની છે જેનુ સમગ્ર જીવન વિવાદોથી ભરેલુ છે. એલન મસ્કે પણ ટ્રમ્પ પર બિગ બિલિયન બિલના બદલામાં આ ફાઈલ રૂપી બોંબ ફોડવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારે આવો જાણીએ કે આખરે એપસ્ટીન બોંબ શુ છે? એવુ તો શું છે એપસ્ટીન ફાઈલ્સમાં કે તેનુ નામ પડતા જ ટ્રમ્પ સહિત અનેક રાજનેતાઓ અને બિઝનેસમેનોના છક્કા છુટી જાય છે. આજે એ પણ જાણશુ કે એપસ્ટીન ફાઈલ્સનું ઈન્ડિયા કનેક્શન શું છે?

એપસ્ટીન ફાઈલ્સનું નામ પડતા જ ટ્રમ્પના છક્કા કેમ છૂટી જાય છે? 19 ડિસે. જાહેર થનારી આ ફાઈલમાં ભારતના ક્યાં મોટા નેતાનું નામ ખૂલ્યુ છે?- વાંચો
| Updated on: Dec 18, 2025 | 9:19 PM

અમેરિકાની અંદર 19 ડિસેમ્બરે એક મોટા રહસ્ય પરથી પરદો ઉંચકાવા જઈ રહ્યો છે. એક એવુ રહસ્ય જેને અનેક વર્ષોથી દબાવીને રાખવામાં આવ્યુ છે. વર્ષ 2008થી જે ફાઈલોને દબાવવામાં આવી રહી છે, તે ફાઈલમાં અનેક પન્ના ઉમેરાતા ગયા અને વર્ષ 2019માં જ્યારે આ ફાઈલ ખુલવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી પરંતુ FBIએ તે થવા ન દીધુ.

આ ફાઈલ્સની અંદર અમેરિકાના અનેક વગદાર વ્યક્તિઓ, બિઝનેસ ટાયકુન્સ, રાજનેતાઓ, ત્યાં સુધી કે અમેરિકાના પ્રેસિડેન્ટ્ સહિત,અનેક પ્રભાવશાળી વ્યક્તિઓના નામ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ફાઈલ્સમાં કેટલુ મેનેજ કરાય છે અને કેટલુ સાર્વજનિક રીતે જનતાની સામે આવે છે તેના પર સહુ કોઈની નજરો છે.

આખરે અમેરિકી સંસદમાં નક્કી એ કરાયુ કે 19 ડિસેમ્બરે એપસ્ટીન ફાઈલ પબ્લિક કરવામાં આવશે. જ્યારે આ એપસ્ટીન ફાઈલ ખુલશે તો હજારો પન્નાની આ ફાઈલ્સમાં અનેક વગદાર લોકોના નામો, તેમની ચર્ચાઓ હશે. એ ફાઈલમાં અનેક એવા લોકો હશે જેમના નામ સામે આવ્યા બાદ તુરંત જ પબ્લિક ઓપિનિયન બદલાઈ જશે.

હાલમાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે 19 તારીખે કોઈ મરાઠી વ્યક્તિ વડાપ્રધાન બનશે અને એપસ્ટિન ફાઈલ રિલિઝ થવાની સાથે જ ભારતની રાજનીતિમાં મોટો ભૂકંપ આવશે. આના સમર્થનમાં શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યુ કે એક મોટુ પોલિટિકલ એક્લોપ્લોઝન થવા જઈ રહ્યુ છે. તેનુ એપી સેન્ટર અમેરિકા હશે. આ ફાઈલ્સમાં ભારત સરકારના એક મોટા મંત્રીનું નામ પણ સામે આવ્યુ છે. હરદીપસિંહ પુરીનું આ ફાઈલ સાથે કનેક્શન જોડવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર ચર્ચા અને આરોપો જેના નામે શરૂ થયા છે તે વ્યક્તિ જેફરી એપસ્ટિન કોણ છે તેના વિશે પણ જાણી લઈએ.

કોણ છે જેફરી એપસ્ટીન?

જેફરી એપસ્ટિને અમેરિકાની રાજનીતિમાં બિલ ક્લિન્ટનથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીનાને લપેટામાં લીધા છે. પહેલા તો એપસ્ટીન એક સામાન્ય ટીચર તરીકે એક સ્કૂલમાં ભણાવતો હતો. એ શાળામાં જ અનેક પૈસાદાર અને વગદાર લોકોના બાળકો ભણતા હોવાથી તેની મુલાકાત એક બિઝનેસમેન વ્યક્તિ સાથે થઈ. મેથ્સ અને સાયન્સનો ટીચર હોવાના નાતે પેરેન્ટસના નાતે તેના સારા વ્યવહાર હતા. અને તે પૈકી જ એક ઈન્વેસ્ટર પેરેન્ટે તેને તેની સાથે કામ કરવાની ઓફર કરી અને એપસ્ટીનની ફાયનાન્સ સેક્ટરમાં એન્ટ્રી થઈ. શરૂઆતમાં તે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનરનું કામ કરતો, જેમા તો લોકોના ફન્ડને મેનેજ કરવાનું કામ કરતો હતો. ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે મોટા મોટા રોકાણોને તે મેનેજ કરવા લાગ્યો.

એપસ્ટીને 1988 માં પોતાની એક કંપની બનાવી.અને અબજો ડોલરના પોર્ટફોલિયોનું સંચાલન કરવાનું શરૂ કર્યું. તેમની પાસે અસંખ્ય વિલા, ખાનગી ટાપુઓ અને જેટ હતા, જેમાંથી જેટને પત્રકારો લોલિતા એક્સપ્રેસ તરીકે ઓળખતા હતા. વર્જિન આઇલેન્ડ્સ પર એપસ્ટીને પોતાનું એક વિશાળ મેન્શન બનાવ્યુ હતુ. જે અમેરિકા અને દુનિયાના પ્રભાવશાળી તેમજ ખૂબ પૈસાદાર વ્યક્તિઓની પાર્ટીઓનું મુખ્ય કેન્દ્ર હતુ.

આ જ વર્જિનિયા મેન્શનમાં અનેક વગદાર લોકોના અંગત પળોની તસવીરો, વીડિયો, અને તેમના અશ્લિલ ચલચિત્રો આજે પણ FBI પાસે સલામત છે. ત્યારે સવાલ એ પણ છે કે શું એ તમામ સીડીને પબ્લિક કરાશે?

એપસ્ટીનના આઈલેન્ડ પર થતી હાઈપ્રોફાઈલ પાર્ટી

જેફરી એપસ્ટીનના આ મહેલ સમા મેન્શનમાં જે કંઈપણ ચાલતુ હતુ તેના પર અનેક વેબસિરિઝ અને પુસ્તકો લખાઈ ચુક્યા છે અને તેમાથી જ અનેક સત્યો ઉજાગર કરવાનો પ્રયાસ પણ થયો છે. જેફરીના મેન્શનમાં સૌપ્રથમ પોલીસની એન્ટ્રી થઈ વર્ષ 2005માં. જ્યારે ફ્લોરિડાની એક 14 વર્ષની કિશોરીની માતાએ એપ્સ્ટિન સામે જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી. તેના આરોપો મુજબ તેના વિશાળ વિલામાં મસાજ કરવાના બહાને તેને લઈ જવાઈ હતી પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેના પર શરીર સંબંધ બાંધવા માટેનું દબાણ કરવામાં આવ્યુ. જે બાદ એ સગીરા ઘરે જઈને તમામ તેની સાથે થયેલી તમામ હકીકતો માતાપિતાને જણાવી અને તેના માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ એપસ્ટીન સામે સૌપ્રથમ યૌન શોષણની ફરિયાદ નોંધાઈ.

આ અંગે જ્યારે પોલીસે તપાસ કરવાનું શરૂ કર્યુ તો 50 થી વધુ અન્ય સગીર છોકરીઓએ એપસ્ટીન સામે યૌન શોષણના જ આરોપો લગાવ્યા. જેમા એપસ્ટીન મેનહટન અને પામ બીચમાં રહેલા તેના શાનદાર વિલામાં હાઈપ્રોફાઈલ પાર્ટી કરાવવા માટે સગીર છોકરીઓને લાવવામાં આવતી હતી અને તેમને લોભલાલચ આપીને તેની સાથે અનૈતિક કૃત્ય કરવામાં આવતુ હતુ. જેમા એપસ્ટીનમાં તેના પ્રાઈવેટ જેટથી પાર્ટીઓમાં સગીર છોકરીઓને લઈ જતો હતો અને તેને લોભ લાલચ આપીને અને જે તૈયાર ન થાય તેમને તેની વગના જોરે દબાવીને અને ધમકાવીને દેહસંબંધ માટે દબાણ કરાતુ હતુ.

Me Too  કેમ્પેઈનથી આવ્યો રાજકીય ભૂકંપ

જે બાદ Me too અભિયાન દૌરાન 2017માં એપ્સ્ટીનના જુના કેસ ફરી ખૂલ્યા. વર્જિનિયા ગ્રીફે નામની યુવતીએ આરોપ લગાવ્યો કે એપસ્ટીનની સહયોગી ગ્લેન મેક્સવેલ તેને ટ્રમ્પની પાસે લઈ ગઈ હતી. જે બાદ એ જ ગ્રીફેએ બ્રિટીશના શાહી પરિવારના વંશજ પ્રિન્સ એન્ડ્ર્યુ પર પણ તે સગીર હતી તે સમયે યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો. જે બાદ પ્રિન્સ એન્ડ્ર્યુએ 12 મિલિયન બ્રિટીશ પાઉન્ડનો દંડ પણ ભરવો પડ્યો હતો. ન માત્ર ટ્રમ્પ અને પ્રિન્સ એન્ડ્ર્યુ પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનનું નામ પણ એપસ્ટીનની લોલિતા એક્સપ્રેસના લોગ્સના માધ્યમથી સામે આવ્યુ છે. રાષ્ટ્રપતિ રહેતા બિલ ક્લિન્ટન એપસ્ટીન સાથે લોલિતા એક્સપ્રેસ પ્રાઈવેટ જેટમાં દુનિયાના આઈલેન્ડમાં ફરવા જતા હતા. જેનાથી જ એપસ્ટીનના હાઈપ્રોફાઈલ લોકો સાથેના કનેક્શન ઉજાગર થયા હતા.

23 જૂલાઈ 2019- જેલમાં એપસ્ટીનનું રહસ્યમય સંજોગોમાં મોત

એપસ્ટીનની ફરી 2019માં ધરપકડ કરવામાં આવી. 6 જુલાઈએ તેની ધરપકડ થઈ, 23 જુલાઈએ જેલમાં તે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો અને તેના બીજા જ મહિને રહસ્યમય સંજોગોમાં તે મૃત મળી આવ્યો. જેલમાં તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે પરંતુ એ સમયે બેડ અને સિલિંગની ઉંચાઈમાં ખાસ કોઈ તફાવત ન હોવાથી આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનુ મીડિયામાં આવ્યુ હતુ. એ સમયે જેલના કેમેરા પણ બંધ હતા આથી પુરી રીતે સાક્ષ્ય છુપાવવાનો પ્રયાસ થયો હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યો અને એપસ્ટિનની આયોજનબદ્ધ રીતે હત્યા કરાઈ હોવાનો આરોપ લાગ્યો હતો. જેમા અનેક શક્તિશાળી લોકો પર શક છે. ત્યારે 19 ડિસેમ્બરે ખુલનારી ફાઈલમાં તેની હત્યા ને લઈને પણ અનેક ખૂલાસા થઈ શકે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ટ્રમ્પે એપસ્ટીનની હત્યા કરાવી હતી?

કારણ કે અમેરિકામાં જેફરી એપસ્ટીન અને ટ્રમ્પની વચ્ચે સંબંધો તૂટ્યા તેની પણ ચર્ચા હતી. એ સમયે ટ્રમ્પ ખુદ બિઝનેસમેન છે જ્યારે એપસ્ટિન સાથે ટ્ર્મ્પને એક જમીનને લઈને વિવાદ થયો અને બંનેની દોસ્તીમાં દરાર આવી હતી. જે બાદ જ એપસ્ટીનની ધરપકડ થઈ હતી અને જેલમાં રહસ્યમય સંજોગોમાં તેનુ મોત થયુ.

જુલી કે. બ્રાઉનના પુસ્તક “Perversion of Justice: The Jeffrey Epstein Story” (2021) એ કેસને ફરી જીવંત કરી દીધો. જેમા પીડિતોએ આપેલા વિસ્તૃત નિવેદનો પણ સામેલ છે. એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બિગ બ્યુટીફુલ બિલને લઈને થયેલા ઝગડા બાદ મસ્કે ટ્રમ્પને એસપ્ટીન ફાઈલ ખોલવાની ધમકી આપી. 21 નવેમ્બરે અમેરિકી કોંગ્રેસે આ ફાઈલોને સાર્વજનિક કરવાના બિલને મંજૂરી આપી, જેમાં 19 ડિસેમ્બરની તારીખ નક્કી થઈ.

એપસ્ટીન ફાઈલનું ઈન્ડિયા કનેક્શન

આ ઘટનાની રાજકીય અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે 19 ડિસેમ્બર પછી ભારતીય રાજકારણમાં મોટા ફેરફારો અને એક મરાઠી વ્યક્તિ વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે પણ આ દાવાઓને સમર્થન આપતા કહ્યું છે કે અમેરિકામાં થનારા બોમ્બ વિસ્ફોટથી ભારતીય રાજકારણમાં પણ પરિવર્તન આવશે.

વિપક્ષ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પર આરોપ લગાવી રહ્યા છે કે 2012-13માં તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે તેમના નામનો ઉલ્લેખ એપસ્ટેઈનના સંપર્કો સંબંધિત ઈમેલમાં હતો. તેમનો આરોપ છે કે પુરીને યુએનની બેઠકોની બહાર એપસ્ટેઈનની પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો આ ફાઇલોમાં હરદીપ સિંહ પુરીનું નામ આવે છે, તો વર્તમાન સરકાર પર દબાણ વધી શકે છે, અને વિરોધ પક્ષો તેમની સામે કાર્યવાહીની માંગ કરી શકે છે.

જોકે, શાસક પક્ષનો દાવો છે કે હરદીપ સિંહ પુરી તે સમયે યુપીએ સરકારનું પ્રતિનિધિત્વ કરતા હતા, ભાજપનું નહીં, અને તેથી આ આરોપોને અગાઉની વિપક્ષી સરકાર સામે નિર્દેશિત તરીકે જોવા જોઈએ. બધાની નજર હવે 19 ડિસેમ્બર પર છે, જ્યારે આ એપ્સટિન બોમ્બ વિસ્ફોટ થશે અને વૈશ્વિક રાજકારણ પર, ખાસ કરીને ભારતના રાજકારણ પર તેની અસરો જાહેર થશે.

અમેરિકાના ઐયાશ બિઝનેસમેન જેફરી એપસ્ટીનની ફાઈલમાં ટ્રમ્પના એવા તો શું કાળા કારનામા છુપાયેલા છે કે સાર્વજનિક થવા નથી દેતા- વાંચો