ઇઝરાઇલના નવા વડાપ્રધાન Naftali Bennettએ PM મોદી વિશે આપ્યું આવું નિવેદન, જાણો શું કહ્યું

|

Jun 15, 2021 | 1:00 PM

નાફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાઇલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપતા ટ્વીટ કર્યું હતું.

ઇઝરાઇલના નવા વડાપ્રધાન Naftali Bennettએ PM મોદી વિશે આપ્યું આવું નિવેદન, જાણો શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Naftali Bennett ને અભિનંદન પાઠવ્યાં

Follow us on

નફ્તાલી બેનેટે (Naftali Bennett) રવિવારે ઈઝરાઈલના (Israel) પ્રધાનમંત્રી (Prime Minister) તરીકે શપથવિધિ પૂર્ણ કરી. સાથે જ 12 વર્ષોથી PM પદ પર રહેલા નેતાન્યાહુનું (Benjamin Netanyahu) રાજ પૂરું થયું. અહેવાલો અનુસાર ઈઝરાઈલના નવા PM નફ્તાલી બેનેટ ભારત સાથે સંબંધ મજબુત કરવા માંગે છે. સત્તા સંભાળ્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું કે તેઓ ભારત સાથે શાનદાર અને મધુર સંબંધોને વધુ મજબુત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

વાત એમ છે કે PM મોદીએ PM નફ્તાલી બેનેટને અભિનંદન આપ્યા હતા, જેના જવાબમાં ઇઝરાઇલના નવા ચૂંટાયેલા વડાપ્રધાને આ નિવેદન આપ્યું હતું. ઇઝરાયલમાં 12 વર્ષ સુધી ચાલેલા બેન્જામિન નેતન્યાહુ યુગનો અંત આવી ગયો છે. હવે 8 પાર્ટીઓ સાથે ગઠબંધનની સરકાર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

PM Modi એ કર્યું હતું Tweet

યામિના પાર્ટીના નેતા નાફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાઇલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઇઝરાઇલના વડાપ્રધાન બનવા બદલ નફ્તાલી બેનેટને અભિનંદન. આપણે આવતા વર્ષે આપણા રાજદ્વારી સંબંધોને સુધારવાના 30 વર્ષ પૂર્ણ કરવા જી રહ્યા છીએ અને હું આ પ્રસંગે તમને મળવાની અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે ઉત્સુક છું.

Naftali Bennett એ શું આપ્યો જવાબ

PM મોદીના ટ્વીટના જવાબમાં નાફ્તાલી બેનેટે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે “ધન્યવાદ, પ્રધાનમંત્રી મોદી, હું બંને લોકશાહીઓ વચ્ચેના અદ્ભુત, મધુર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છું.’ નોંધપાત્ર વાત એ છે કે જ્યારે બેનેટે રવિવારે PM પદના શપથ લીધા હતા. તે દરમિયાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

વૈકલ્પિક વડાપ્રધાન યાઈર લાપિદે શું કહ્યું?

આ ઉપરાંત ઇઝરાઇલના વૈકલ્પિક વડાપ્રધાન અને વિદેશ પ્રધાન યાઈર લાપિદે પણ કહ્યું હતું કે નવી સરકાર ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવાનું કામ કરશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરના અભિનંદન સંદેશનો જવાબ આપતા લાપિદે કહ્યું કે, હું બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવાની દિશામાં સાથે મળીને કામ કરવા ઇચ્છું છું અને જલ્દીથી ઇઝરાઇલમાં તમારું સ્વાગત કરવા ઇચ્છું છું.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે અભિનંદન પાઠવ્યા

જયશંકરે અગાઉ એક ટ્વીટમાં પોતાના ઇઝરાઇલી સમકક્ષને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું છે કે ઇઝરાઇલના વૈકલ્પિક વડાપ્રધાન અને વિદેશ પ્રધાન યાઈર લાપિદને તેમની નિમણૂક બદલ અભિનંદન. અમે આપણી બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.
2023 માં Israel ના પ્રધાનમંત્રી બદલાશે

યેશ આતીદ પાર્ટીના વડા લાપિદ સત્તા વહેંચણી કરાર હેઠળ સપ્ટેમ્બર 2023 માં નફ્તાલી બેનેટ પછી વડાપ્રધાન બનશે અને તેમના કાર્યકાળના અંત સુધી બે વર્ષ તેઓ આ પદ સંભાળશે.

 

આ પણ વાંચો: ‘નેતન્યાહૂ રાજ’નો અંત! જાણો કોણ છે Israel ના નવા પ્રધાનમંત્રી Naftali Bennett?

આ પણ વાંચો: કોરોના રહ્યો નિયંત્રણમાં, તો PM મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર! જાણો વિગત

Next Article