ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સને વધુ એક મોટી સફળતા મળી છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ હાશેમ સફીદ્દીન ઓક્ટોબરની શરૂઆતમાં બેરૂતમાં હવાઈ હુમલામાં માર્યો ગયો છે. હુમલાના 19 દિવસ બાદ ઈઝરાયેલે આ ખુલાસો કર્યો છે, હજુ સુધી હિઝબુલ્લા દ્વારા હાશેમ સફીદ્દીનના મોતના સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.
IDF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગત 4 ઓક્ટોબરે બેરુતના દહિયા વિસ્તારમાં હિઝબુલ્લાના ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે એ વાતની પુષ્ટિ કરી શકાય છે કે, લગભગ ત્રણ અઠવાડિયા પહેલા થયેલા આ હુમલામાં હિઝબુલ્લાહની કાર્યકારી પરિષદના ચીફ હાશેમ સફીદ્દીન પણ માર્યા ગયા હતા.” હાશેમ સફીદ્દીન અને હિઝબુલ્લાના ગુપ્તચર વડા અલી હુસૈન હાજીમા સહિત ઓછામાં ઓછા 10થી વધુ હિઝબુલ્લા કમાન્ડર માર્યા ગયા છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, હિઝબુલ્લાના નેતૃત્વને નિશાન બનાવવામાં ઈઝરાયેલ સેનાની સફળતા વિશે પહેલેથી જ માહિતી આપી હતી, પરંતુ સફેદ્દીનનું નામ લીધું ન હતું. નેતન્યાહુએ નિવેદનમાં કહ્યું હતું કે, “અમે લેબનોનમાં અમારા સતત હુમલાઓમાં હજારો આતંકવાદીઓને મારી નાખ્યા છે, જેમાં નસરાલ્લાહ અને નસરાલ્લાહ પછીના ક્રમાંકના નેતાઓનો પણ સમાવેશ થાય છે.”
Hashem Safieddine, Head of the Hezbollah Executive Council and Ali Hussein Hazima, Commander of Hezbollah’s Intelligence Headquarters, were eliminated during a strike on Hezbollah’s main intelligence HQ in Dahieh approx. 3 weeks ago.
Hashem Safieddine was a member of the… pic.twitter.com/Z2wQGsRxvt
— Israel Defense Forces (@IDF) October 22, 2024
સફીદ્દીન હિઝબુલ્લાહ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા છે, જે હિઝબુલ્લાહની સર્વોચ્ચ રાજકીય નિર્ણય લેતી સંસ્થા છે, અને થોડા વર્ષો પહેલા નસરાલ્લાહના અનુગામી તરીકે કથિત રીતે પસંદ કરવામાં આવ્યા હતા. સફીદ્દીન, નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હતો અને નસરાલ્લાહના પછીના નેતા તરીકે જોવામાં આવતો હતો.
“અમે નસરાલ્લાહ, તેના અનુગામીઓ અને હિઝબુલ્લાહના મોટા ભાગના વરિષ્ઠ નેતૃત્વ સુધી પહોંચી ગયા છીએ,” IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ નેતૃત્વને નિશાન બનાવવાના લશ્કરના ઉદ્દેશ્ય પર ભાર મૂકતા જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું, “આ ઓપરેશન્સ હિઝબુલ્લાહ તરફથી ચાલી રહેલા જોખમોને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યા છે.”