Breaking News: ઈરાનના નવા સંરક્ષણ મંત્રી પણ ખતમ! પદ સંભાળ્યાના 24 કલાકમાં જ ઈઝરાયેલનો કાળમુખો પ્રહાર, શું હવે નકશો બદલાઈ જશે?

આ વખતના મોટા સમાચાર ઈરાનથી સામે આવી રહ્યા છે. અહીં ઈરાનના નવા સંરક્ષણ મંત્રી સૈયદ માજિદ અબ અલ-રેઝા માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Breaking News: ઈરાનના નવા સંરક્ષણ મંત્રી પણ ખતમ! પદ સંભાળ્યાના 24 કલાકમાં જ ઈઝરાયેલનો કાળમુખો પ્રહાર, શું હવે નકશો બદલાઈ જશે?
| Updated on: Mar 03, 2026 | 6:17 PM

આ વખતના મોટા સમાચાર ઈરાનથી સામે આવી રહ્યા છે. અહીં ઈરાનના નવા સંરક્ષણ મંત્રી સૈયદ માજિદ અબ અલ-રેઝા માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, ઈરાનના નવા સંરક્ષણ મંત્રી સૈયદ માજિદ અબ અલ-રેઝા માર્યા ગયા છે. જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ સૈયદ માજિદ અબ અલ-રેઝાએ નવા સંરક્ષણ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. આ પહેલા રવિવારે એક સ્ટ્રાઈકમાં જૂના સંરક્ષણ મંત્રી અઝીઝ નાસિરઝાદેહ પણ માર્યા ગયા હતા.

સૈન્ય પ્રમુખ અને સંરક્ષણ મંત્રી માર્યા ગયા

ઈરાનના સરકારી ટેલિવિઝને રવિવારે જણાવ્યું હતું કે, દેશની સંરક્ષણ પરિષદની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય પ્રમુખ અને સંરક્ષણ મંત્રી માર્યા ગયા છે. હુમલા દરમિયાન બેઠકમાં જોડાયેલ જનરલ અબ્દોલ રહીમ મૂસાવી અને સંરક્ષણ મંત્રી જનરલ અઝીઝ નાસિરઝાદેહનું મોત થયું હતું. આ પહેલા ઈરાને રવિવારે સવારે અર્ધ-લશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના પ્રમુખ અને સુરક્ષા સલાહકાર અલી શમખાનીના મોતની જાહેરાત કરી હતી.

હકીકતમાં, શનિવારે મધ્ય-પૂર્વમાં સ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના ઘણા વિસ્તારો પર હુમલા કર્યા, જેમાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની ઓફિસનો પણ સમાવેશ થાય છે. રવિવારે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું પણ એક હુમલામાં મોત નીપજ્યું હતું.

ઈરાનમાં 787 લોકોના મોત

ઈઝરાયેલ અને અમેરિકાના હવાઈ હુમલામાં અત્યાર સુધી ઈરાનમાં ઓછામાં ઓછા 787 લોકોના મોત થયા છે. આ માહિતી ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીએ મંગળવારે આપી હતી. શનિવારે ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું.

આ પછી ઈરાનની વળતી કાર્યવાહીથી પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન પર ભારે અને સચોટ બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી ચાલુ રહેશે.

Iran Israel War: માર્કેટ માટે ક્રૂડ ઓઈલ બનશે વિલેન, કે પછી કરાવશે છપ્પરફાડ કમાણી? જાણો સ્ટોકમાં રોકાણ કરતા લોકોને ક્યાં થશે કમાણી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us