એક તરફ સતત હુમલા છે. બીજી તરફ જિંદગી બચાવવાનો જંગ છે અને આ વચ્ચે ઈઝરાયલના એરપોર્ટ પર Tv9 ની ટીમ પહોંચી ગઈ છે. હવે એ તમામ હકીકત તમારા સુધી પહોંચશે.
આ રિપોર્ટિંગ સરળ નથી. Tv9 ની ટીમ એરપોર્ટ પર હતી, અને ત્યાં જ સાયરન વાગ્યું. આ સાયરનનો અર્થ હતો કે, તાત્કાલિક સંતાઈ જાઓ. છુપાઈ જાઓ, જમીન પર સૂઈ જાઓ, નહીં તો ગમે ત્યાંથી ગોળી વાગી શકે છે. આ દોડતા લોકોમાં કેવો ભય છે તેની સાબિતી છે. Tv9 ના રિપોર્ટરને પણ જમીન પર સૂઈ જવું પડ્યું.
આ પણ વાંચો : Kathmandu News: ઇઝરાયેલ પર હમાસના હુમલામાં દસ નેપાળી વિદ્યાર્થીઓના મોત
સ્થિતિ ગંભીર છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ છે ? શું યુક્રેન અને રશિયા સાથે હવે ઈઝરાયલ અને હમાસના હુમલામાં અન્ય દેશોઓએ પણ ઝંપલાવવું પડશે ? આખરે આ વૉર વિશ્વને ક્યાં લઈ જશે ? આવા અનેક પ્રશ્નો હાલના સમયમાં ચોક્કસ તમામને થતાં હશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો