
ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા 15 દિવસના ભીષણ જંગ વચ્ચે ઈરાને અમેરિકાને મોટી ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, તે અમેરિકા સાથે જોડાયેલી તેલ સુવિધાઓને “રાખનો ઢગલો” બનાવી દેશે. આશરે બે અઠવાડિયા પહેલા મધ્ય-પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ હવે વૈશ્વિક તેલ સંકટનું મોટું કારણ બની ગયું છે. વિશ્વના અનેક દેશોમાં ઊર્જાનું ભારે સંકટ ઊભું થયું છે અને સાથે જ તેલની કિંમતો વધી રહી છે.
Iran has threatened to reduce US-linked oil facilities to “a pile of ashes” as the two-week-old Middle East war spilled over into a global oil price crisis.
➡️ https://t.co/UpZA0rbBkk pic.twitter.com/pIC1hWZpfy— AFP News Agency (@AFP) March 14, 2026
ઈરાને ચેતવણી આપી છે કે, જો તેના તેલ માળખા પર હુમલા ચાલુ રહેશે, તો મિડલ-ઈસ્ટ ક્ષેત્રમાં અમેરિકી કંપનીઓ સાથે જોડાયેલી તમામ મુખ્ય તેલ અને ઊર્જા સુવિધાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે, જેનાથી તે “રાખનો ઢગલો” બની જશે. આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું બે અઠવાડિયા જૂનું યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ભારે ઉછાળો અને સંકટનું કારણ બની ચૂક્યું છે.
ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈએ એક દિવસ પહેલા જાહેર કરેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, તેઓ તેમના પિતા સૈયદ આયાતુલ્લા અલી ખામેનેઈની શહાદતનો બદલો લેશે અને હોર્મુઝ માર્ગને બંધ રાખશે. આ દરમિયાન, ઈરાની અધિકારીઓએ માહિતી આપી હતી કે, હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધી અને પ્રાદેશિક હુમલાઓને કારણે વિશ્વના પાંચમા ભાગથી વધુ તેલ વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
વિશ્લેષકોનું માનવું છે કે, જો સ્થિતિ વધુ બગડશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી શકે છે, જેમાં ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.