Aliens : શું એલિયન્સ પર સિક્રેટ ઓપરેશન ચલાવી રહ્યું છે US આર્મી ?
એલિયન્સ(Aliens )નું અસ્તિત્વ માત્ર પુસ્તકો અથવા ફિલ્મોનો વિષય નથી. તેના વિશે વિજ્ઞાન પણ અનેક વિષયોમાં વધુ જાણકારી એકત્રિત કરવા માંગે છે પ્રખ્યાત સ્પેસ એજન્સી નાસા (NASA)ને આ વાતને લઈ ખાતરી છે કે, જીવન પૃથ્વીની બહાર પણ અસ્તિત્વ ધરાવે છે.
Aliens : કહેવતોથી લઈ વિજ્ઞાન સુધી ફિલ્મોથી લઈ પુસ્તકો સુધી આ તમામમાં એલિયન્સ (Aliens ) સાથે જોડાયેલા કેટલાક વિષયોએ હંમેશા આપણામાં જિજ્ઞાસા વધારી છે. શું આપણા આ બ્રહ્માંડમાં એકલા માણસો છે ? શું કોઈ આપણી ઉપર નજર તો નથી રાખી રહ્યું ને ? શું એલિયન્સ UFOમાં આવી આપણી જાસુસી કરે છે ?
એલિયન્સ માનવ પર હુમલો કરશે ?
2020માં અમેરિકાના સુરક્ષા વિભાગે UFO (Unidentified flying object)અને તેનાથી થનારા સંભવિત જોખમોની તપાસ માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી હતી. UAPTF નામના આ ઈન્ટેલિજન્સ ટીમનું કામ નવેમ્બર 2004થી માર્ચ 2021 સુધી જોવા મળ્યું હતુ.144 Unidentified aerial phenomena જેને પોપ્યુલરી અનઆઈડેન્ટીફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ પણ કહેવામાં આવે છે.
એલિયન્સના નિશાન પર સૌથી પહેલા US આર્મી
Unidentified aerial phenomena Task Force બનાવવા પાછળ રાષ્ટ્રીય ખતરો મુખ્ય કારણ હતુ. અમેરિકી સુરક્ષા વિભાગનું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક યુએફઓ યુએસ મિલેટરી અને હવાઈ મથકની આસપાસ જોવા મળ્યા હતા. એવામાં યુએફઓ અમેરિકા (America) માટે એક રાષ્ટ્રીય ખતરો હોઈ શકે છે. જેના માટે મુળ અને લક્ષ્યને જાણવા માટે અમેરિકા (America)એ આ પગલું ભરવું જરૂરી માન્યું હતુ. છેલ્લા કેટલાક સમય પહેલા આ ટાસ્ક ફોર્સે પોતાનો રિપોર્ટ આપ્યો હતો.
શું રિપોર્ટમાં એલિયન્સ હોવાનો દાવો કરાયો હતો ?
રિપોર્ટમાં એલિયન્સ (Aliens ) હોવાના પુરાવા રજુ કરવામાં આવ્યા ન હતા. આ રિપોર્ટમાં યુએફઓ વિશે પણ સ્પષ્ટ રીતે કાંઈ કહી શકાય નહિ. રિપોર્ટ અનુસાર દુનિયાના કેટલાક ભાગોમાં જોવા મળેલા આ એલિયન (Aliens)વિશે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે. રિપોર્ટમાં એલિયન્સ ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો નથી. જે એલિયન્સ (Aliens )હોવાની ક્લ્પનાને ત્યાં જ છોડી દે છે. ટાસ્ક ફોર્સ 144 ઉડતી રકાબીમાંથી માત્ર એક વિશે જાણકારી મેળવી શકી છે. જેને તે બલૂન કહે છે.
એલિયન્સ(Aliens )નું અસ્તિત્વ માત્ર પુસ્તકો અથવા ફિલ્મોનો વિષય નથી. તેના વિશે વિજ્ઞાન પણ અનેક વિષયોમાં વધુ જાણકારી એકત્રિત કરવા માંગે છે પ્રખ્યાત સ્પેસ એજન્સી નાસા (NASA)ને આ વાતને લઈ ખાતરી છે કે, જીવન પૃથ્વીની બહાર પણ અસ્તિત્વ ધરાવે છે.
શું એલિયન્સ પર સીક્રેટ ઓપરેશન ચલાવી રહ્યું છે US આર્મી ?
કેટલાક અમેરિકનો લોકોને લાગે છે કે, અમેરિકાના સુરક્ષા વિભાગ (Defense Department)અને સરકાર યુએફઓ વિશે અનેક રહસ્યો છુપાવી રહી છે. આવું જ રહસ્ય છે એરિયા 51નું આ સ્થાન નેવાદા સ્થિત યુએસ એર ફોર્સનો અડ્ડો છે. 1955માં ખોલવામાં આવેલા આ અડ્ડામાં એર ક્રાફટ ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટ ફેસિલિટી પર કામ કરવામાં આવે છે.આ વિસ્તારમાં જવાનો પર પ્રતિબંધ છે જેના કારણે અનેક સ્થાનો પર સાઈનબોર્ડ , ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ અને ગાર્ડસની સુરક્ષામાં ગોઠવાયેલા છે.
તેમની આ સિક્યુરિટી (Security)ના કારણ આના પર અનેક કાવતરાઓ સામે આવ્યા છે.જો એક થિયરી અનુસાર માનવામાં આવે તો 1950માં કેટલાક લોકોએ આ યુએફઓને લેન્ડ થતા જોયા હતા. ત્યારથી માનવામાં આવે છે કે, અમેરિકી આર્મી જગ્યા પર એલિયન્સ અને યુએફઓ સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ જાણકારી છુપાવી રાખે છે અને તેમના સીક્રેટ ઓપરેશન માટે આનો ઉપયોગ કરે છે અનેક કાવતરાના સિદ્ધાંતો એ પણ કહે છે કે, એલિયન્સ પર પ્રયોગ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : FATF: તમને ખબર છે શું હોય છે FATF નું Black અને Grey List ? આતંકવાદી ભંડોળને રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ
