
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની ઘોષણા બાદ 40 દિવસથી ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ- અમેરિકા વચ્ચેના ભીષણ યુદ્ધ હાલ પુરતુ રોકાઈ ગયુ છે. હંમેશઆની જેમ આ પ્રકારનું યુદ્ધમાં સૌથી મોટુ નુકસાન આમ નાગરિકોને સહન કરવુ પડે છે. હજારો લોકોના મોત થયા છે અને ઘાયલ થયા છે. ઈરાન અને ઈઝરાયેલના સમગ્ર વિસ્તારમાં ઘર અને ઈમારતોને તબાહ થઈ ગયા છે. સીઝફાયરને હંમેશઆ રાહતના ફળ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક તે કંઈક વધુ મહત્વપૂર્ણ વાતોને સામે લાવે છે. જે એ છે કે વાસ્તવમાં યુદ્ધથી ફાયદો કોને થયો. ઉપર ઉપરથી તો તમામ પક્ષો જીતનો દાવો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને સંપૂર્ણ જીત કહી છે અને સમાધાનને તેના પુરાવા તરીકે રજૂ કર્યુ છે કે અમેરિકાનો આશય પુરો થઈ ગયો છે. તો ઈરાનના નેતૃત્વએ યુદ્ધવિરામને રણનીતિક સફળતાના રૂપે રજૂ કર્યુ છે. પરંતુ આ વિરોધાભાસી દાવાઓની પાછળ પણ એક સત્ય છુપાયેલુ છે. મધ્યપૂર્વથી આગળ ઈરાન યુદ્ધની અસર જો કે યુદ્ધમાં સંપૂર્ણ રીતે કોઈ નથી જીતતુ, પરંતુ ઈરાન...
Published On - 6:55 pm, Thu, 9 April 26