Breaking News: પરમાણુ યુદ્ધના ભણકારા… ઈરાનના એક પ્રહારથી સાફ થઈ જશે આ 6 દેશ! બુશેહર પ્લાન્ટ પર હુમલા બાદ મોટો પલટવાર

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા વિવાદે હવે એક નવો વળાંક લીધો છે. ઈરાનના પરમાણુ કેન્દ્ર પર થયેલા સતત હુમલા બાદ ઈરાને પહેલીવાર ખૂબ જ ગંભીર ચેતવણી આપી છે.

Breaking News: પરમાણુ યુદ્ધના ભણકારા... ઈરાનના એક પ્રહારથી સાફ થઈ જશે આ 6 દેશ! બુશેહર પ્લાન્ટ પર હુમલા બાદ મોટો પલટવાર
| Updated on: Apr 04, 2026 | 8:22 PM

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા શનિવારે તેહરાનના બુશેહર પરમાણુ કેન્દ્ર પર ચોથી વખત મોટો હુમલો કરવામાં આવ્યા બાદ ઈરાને પ્રથમ વખત દુશ્મનોને પરમાણુ ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, ઈઝરાયેલ અને અમેરિકા જે કરી રહ્યા છે તેનાથી તેહરાનને કંઈ નહીં થાય પરંતુ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત, બહેરીન, કતાર અને ઓમાન જેવા દેશોમાં જીવન સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના એક્સ (Twitter) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ ધમકી આપી છે.

કયા-કયા દેશ પર જોખમ?

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ-અમેરિકાએ અમારા બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ પર અત્યાર સુધીમાં ચાર વખત બોમ્બમારો કર્યો છે. જો તેનાથી રેડિયો-એક્ટિવ ફોલઆઉટ (વિકિરણનો ફેલાવો) થશે, તો તે તેહરાનને નહીં પરંતુ GCC દેશોની રાજધાનીઓ (સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન) માં જીવન સમાપ્ત કરી દેશે.

ઈઝરાયેલ અને અમેરિકાએ શનિવારે ઈરાન પર આ હુમલો ત્યારે કર્યો, જ્યારે છેલ્લા 24 કલાકમાં ઈરાને અમેરિકાના 2 ફાઈટર જેટ, એક મોટું A-10 એરક્રાફ્ટ, અનેક હેલિકોપ્ટર, 2 MQ-9 ડ્રોન અને અમેરિકાની અનેક ક્રૂઝ મિસાઈલો તોડી પાડી હતી. આનાથી ઉશ્કેરાયેલા ઈઝરાયેલ અને અમેરિકાએ બુશેહર પરમાણુ કેન્દ્ર પર ચોથી વખત હુમલો કર્યો.

ઈરાને પશ્ચિમી દેશોને પણ અરીસો બતાવ્યો

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાની પોસ્ટ દ્વારા પશ્ચિમી દેશોને પણ અરીસો બતાવ્યો હતો. તેમણે લખ્યું કે, “પશ્ચિમી દેશોએ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે શત્રુતાપૂર્ણ પ્રવૃત્તિઓ પર જે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તે યાદ છે ને? ઈઝરાયેલ-અમેરિકાએ અમારા બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ પર અત્યાર સુધીમાં ચાર વખત બોમ્બમારો કર્યો છે. રેડિયોએક્ટિવ ફોલઆઉટ (વિકિરણનો ફેલાવો) તેહરાનને નહીં પરંતુ GCC દેશોની રાજધાનીઓમાં જીવન સમાપ્ત કરી દેશે. અમારા પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પરના હુમલા પણ તેમના વાસ્તવિક ઉદ્દેશ્યોને સ્પષ્ટપણે જણાવી રહ્યા છે.”

યુદ્ધના અંત માટે કાયમી ઉકેલની અપીલ

અબ્બાસ અરાગચીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે, ઈરાન પર યુદ્ધ થોપવામાં આવ્યું છે. તેઓ આનો કાયમી ઉકેલ ઈચ્છે છે. તેમણે કહ્યું કે, કામચલાઉ ઉકેલનો કોઈ અર્થ નથી.

Breaking News: ઈરાનના ‘પરમાણુ ગઢ’ પર અમેરિકા-ઈઝરાયેલનો સીધો ‘ઘા’, ન્યુક્લિયર પ્લાન્ટના દરવાજા સુધી પહોંચ્યો આ ઘાતકી હુમલો

Published On - 8:22 pm, Sat, 4 April 26

Follow Us