Breaking News: આખરે નરમ પડ્યુ ઈરાન, આપ્યા યુદ્ધ રોકવાના સંકેત, ઈરાની વિદેશમંત્રી એ કહ્યુ યુદ્ધ રોકવાની કોઈપણ પહેલનું સ્વાગત’

ઈરાનના તેલ હબ ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકાના હુમલાના એક દિવસ બાદ યુદ્ધ વધુ ભીષણ બન્યુ છે. બંને તરફથી આક્રમક નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ નિવેદન આપ્યુ છે કે યુદ્ધ રોકવાની કોઈપણ કોશિશનું અમે સ્વાગત કરીએ છીએ.

Breaking News: આખરે નરમ પડ્યુ ઈરાન, આપ્યા યુદ્ધ રોકવાના સંકેત, ઈરાની વિદેશમંત્રી એ કહ્યુ યુદ્ધ રોકવાની કોઈપણ પહેલનું સ્વાગત
| Updated on: Mar 15, 2026 | 8:40 PM

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પુષ્ટિ આપી છે કે તેમનો દેશ લડાઈને સમાપ્ત કરવા માટે લેવામાં આવેલા કોઈપણ પગલાનું સ્વાગત કરશે. અરાઘચીનું નિવેદનથી ઈરાનના ઈઝરાયેલ સાથે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષમાં ઈરાનના વલણમાં સંભવિત નરમાઈનો સંકેત આપે છે. વધુમાં, તેમણે આરોપ લગાવ્યો કે પડોશી દેશોમાં હુમલા ઇઝરાયલ કરી રહ્યું છે અને દોષારોપણ ઈરાન પર કરાઈ રહ્યું છે. ઈરાની વિદેશ પ્રધાને નોંધ્યું હતું કે કતાર, સાઉદી અરેબિયા, ઓમાન અને અન્ય પડોશી રાષ્ટ્રો સાથે ડિપ્લોમેટિક સંબંધો યથાવત્ છે.

અબ્બાસ અરાકચીએ રવિવારે જણાવ્યું હતું કે, “તેહરાન યુદ્ધને સમાપ્ત કરવાની કોઈપણ પહેલનું સ્વાગત કરે છે. જે દુશ્મનાવટનો સંપૂર્ણ અંત લાવી શકે છે.” અરાઘચીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે, બંને પક્ષોએ તેમના હુમલાઓને વધુ તીવ્ર બનાવવાની ધમકીઓ આપી છે.

પડોશી દેશોમાં નથી કર્યા કોઈ હુમલા: અરાઘચી

અબ્બાસ અરાકચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંઘર્ષ દરમિયાન, ઈરાને પડોશી આરબ રાષ્ટ્રોમાં કોઈપણ નાગરિક વસ્તી અથવા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યો નથી. તેમણે કહ્યુ કે આ હુમલાઓ પાછળ ઈઝરાયેલનો હાથ હોઈ શકે ચે. ઈરાનના શાહિદ જેવા ડ્રોન બનાવી ઈઝરાયેલ પડોશીઓ સાથે અમારા સંબંધો ખરાબ કરવાની કોશિશ કરી શકે છે.

ઈરાનના ફાર્સ ન્યૂઝ અનુસાર, અરાઘચીએ પ્રાદેશિક રાષ્ટ્રો સાથે સંયુક્ત તપાસ પેનલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તે રહેણાંક સ્થળોની તપાસ કરી શકાય જ્યાં હુમલા થયા હોવાના અહેવાલ છે. અરાઘચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાને ગલ્ફ દેશોમાં નાગરિકોને નિશાન બનાવ્યા નથી અને જાહેર કર્યું છે કે, “અમે આ બાબતમાં કોઈપણ પ્રકારની તપાસમાં સહકાર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”

સતત ત્રીજા સપ્તાહે પણ ઈરાન -ઈઝરાયેલ યુદ્ધ યથાવત્

ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે હુમલા શરૂ કર્યા હતા. ત્યારથી, લડાઈ સતત ચાલુ છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનમાં ભારે બોમ્બમારો કર્યો છે, જેના પરિણામે જાનમાલનું વ્યાપક નુકસાન થયું છે. ઇરાનમાં અસંખ્ય ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે, અને આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1,300 થી વધુ લોકોના મોત થયા છે.

ઈરાને અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધનના હુમલાઓનો પલટવાર કરતા ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય બેંસ પર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યા. તો ઈઝરાયેલમાં પણ સતત મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને પમ બંધ કરી દીધો છે. તેનાથી દુનિયાભરમાં તેલનો સપ્લાય પ્રભાવિત થયો છે અને ઊર્જા સંકટ ઘેરુ બન્યુ છે.

ગીરનાર પર આવેલા અંબાજી મંદિરમાં કથિત દારૂપાર્ટી તેમજ નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા SDM એ શરૂ કર્યો તપાસનો ધમધમાટ

Published On - 8:22 pm, Sun, 15 March 26