
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામીનેઈના મોત બાદ ઈરાન લાલઘૂમ થયું છે. ઈરાની મિસાઈલોએ હવે મિડલ-ઈસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર વધુ શક્તિશાળી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, ખામીનેઈનું મોત શનિવારના હુમલામાં જ થઈ ગયું હતું, જેની પુષ્ટિ આજે ઈરાનની સરકારી મીડિયાએ કરી છે.
ઈરાને રવિવારે દુબઈ એરપોર્ટ, બુર્જ ખલિફા અને બહેરીન તેમજ કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને ફરીથી નિશાન બનાવ્યા છે. બીજી તરફ, હુમલા બાદ અબુધાબીનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સોમવાર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયેલ અને અમેરિકા સાથે ઈરાનનું ભીષણ યુદ્ધ છેડાઈ ગયું છે.
در روزهای آینده ما به هزاران هدف رژیم تروریستی ضربه خواهیم زد.
ما شرایطو برای مردم شجاع ایران فراهم خواهیم کرد تا خود را از زنجیرهای استبداد رها کنن.
و به همین دلیل من دوباره خطاب به شما میگم:
ای شهروندان ایران این فرصت رو از دست ندهید.
این فرصتیست که فقط یه بار در هر نسل پیش… pic.twitter.com/JILOEzFjEx— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 1, 2026
નેતન્યાહુએ જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં અમે આતંકવાદી શાસનના હજારો લક્ષ્યો પર હુમલો કરીશું. અમે બહાદુર ઈરાની લોકો માટે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીશું કે તેઓ અત્યાચારની આ બેડીઓમાંથી પોતાની જાતને મુક્ત કરી શકે. આ કારણોસર હું તમને ફરી એકવાર સંબોધિત કરું છું કે, હે ઈરાનના નાગરિકો, આ તકને હાથથી જવા ન દો. આ એવી તક છે કે, જે દરેક પેઢીમાં માત્ર એક જ વાર આવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “હે ઈરાનના નાગરિકો, આ તકને હાથથી જવા ન દો. આ એક એવી તક છે કે, જે દરેક પેઢીમાં માત્ર એક જ વાર આવે છે. ખાલી બેસી ન રહો, કારણ કે તમારી પળ ટૂંક સમયમાં આવશે. આ પળમાં જ્યારે તમારે રસ્તાઓ પર ઉતરવું પડશે, ત્યારે લાખોની સંખ્યામાં સાથે આવવું પડશે, જેથી આ કામ પૂરું થાય અને આતંકના એ શાસનને ઉખેડી ફેંકી શકાય કે, જેણે તમારા જીવનમાં કડવાશ ભરી દીધી છે. તમારા દુઃખ અને બલિદાન વ્યર્થ નહીં જાય. આ ઉપરાંત જે મદદની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે આવી પહોંચી છે. મદદ આવી ગઈ છે અને હવે આ ઐતિહાસિક મિશન માટે એકજૂથ થવાનો સમય આવી ગયો છે. હે ઈરાનના નાગરિકો ફારસી, કુર્દ, અઝરબૈજાની, અહવાઝી અને બલૂચી, હવે સમય છે કે તમે તમારી શક્તિઓને એકત્રિત કરો, શાસનને ઉખેડી ફેંકો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે થોડીવાર પહેલા ઈરાની હુમલાઓને જોતા ફરીથી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, આ વખતે ઈરાન પર એવો હુમલો કરીશું કે, જે પહેલા ક્યારેય જોયો નહીં હોય. આ નિવેદન બાદ હવે અમેરિકાએ ઈરાન પર ફરીથી મોટો હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાનમાં અનેક જગ્યાએ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. અમેરિકાએ આ હુમલામાં ઈરાનના મિલિટરી ચીફ મુસાવીને ઠાર કર્યા છે.
બીજી તરફ, ઈરાન સતત ઈઝરાયેલ સહિત સમગ્ર મિડલ-ઈસ્ટમાં અમેરિકી સૈન્ય મથકો (બેઝ) પર હુમલા કરી રહ્યું છે. બીજી બાજુ, ઈરાનથી લઈને બગદાદ સુધી લોકો ખામીનેઈના મોતનો શોક મનાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
Published On - 5:14 pm, Sun, 1 March 26