Breaking News: આઝાદી નહીં, બરબાદી! ટ્રમ્પની ધમકીનો ઈરાને મિસાઈલોથી આપ્યો જવાબ, એકસાથે 7 દેશોમાં આકાશી આફત

મધ્ય પૂર્વમાં અત્યારે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીનો ઈરાને મિસાઈલોથી લોહિયાળ જવાબ આપ્યો છે. 'ઓપરેશન ફતહ-એ-જંગ' હેઠળ ઈરાને એકસાથે 7 દેશો પર હુમલો કરી અમેરિકાના 6 સૈન્ય મથકોને તબાહ કરી દીધા છે.

Breaking News: આઝાદી નહીં, બરબાદી! ટ્રમ્પની ધમકીનો ઈરાને મિસાઈલોથી આપ્યો જવાબ, એકસાથે 7 દેશોમાં આકાશી આફત
| Updated on: Feb 28, 2026 | 3:19 PM

ઈરાને ‘ઓપરેશન ફતહ-એ-જંગ’ હેઠળ મધ્ય પૂર્વના 7 દેશો પર પ્રચંડ હુમલો કર્યો છે. ઈરાને સૌથી પહેલા ઈઝરાયેલને નિશાન બનાવ્યું અને ત્યારબાદ સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, જોર્ડન, યુએઈ (UAE) અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (US Bases) પર હુમલો કર્યો છે. ઈરાને આ દેશોમાં સ્થિત અમેરિકી બેઝને તબાહ કરી દીધા હોવાના અહેવાલ છે.

કયા 7 દેશો પર હુમલો થયો?

‘ઓપરેશન ફતહ-એ-ખૈબર’ હેઠળ ઈરાને એકસાથે 7 દેશો પર આક્રમણ કર્યું છે. જણાવી દઈએ કે, જે દેશો પર હુમલો થયો છે, તેમાં ઈઝરાયેલ, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન, કતાર અને બહેરીનનો સમાવેશ થાય છે.

એકસાથે મિસાઈલો છોડી

ઈઝરાયેલ સિવાયના તમામ દેશોમાં ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઈરાને અગાઉથી જ અમેરિકાને વિનાશક જવાબ આપવાની જાહેરાત કરી હતી. ઈરાની જવાબી કાર્યવાહીથી સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે, કારણ કે ઈરાને તેના 6 સૈન્ય મથકો પર એકસાથે મિસાઈલો વરસાવીને તેમને ધ્વસ્ત કરી દીધા છે.

બહેરીનથી જે તસવીર સામે આવી છે, તેમાં ઈરાને અમેરિકાના નેવલ બેઝ (નૌકા સૈન્ય મથક) ને પૂરી રીતે તબાહ કરી દીધું છે. બીજી તરફ, કતારમાં આવેલા બેઝ પર હુમલા દરમિયાન અમેરિકાએ પોતાના તમામ નાગરિકોને બંકરમાં છુપાઈ જવા માટે આદેશ આપ્યો છે.

ઈરાને કયા-કયા દેશો પર હુમલો કર્યો?

  1. ઈઝરાયેલ: ઈરાને પહેલો હુમલો તેલ-અવીવ પર કર્યો. ઈઝરાયેલની રાજધાની પર ઈરાને મિસાઈલોનો મારો ચલાવ્યો છે, જેના કારણે ઈઝરાયેલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

  2. બહેરીન: ઈરાને ત્યારબાદ બહેરીન સ્થિત યુએસ (US) બેઝને નિશાન બનાવ્યું છે. અહીં અમેરિકાએ F-12 તૈનાત કર્યા હતા, જેને ઈરાને ધ્વસ્ત કરી દીધા છે.

  3. યુએઈ (UAE): ઈરાને અબુ ધાબીમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર યુએઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  4. કતાર: કતારના સંરક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, ઈરાને દોહા સ્થિત અમેરિકી બેઝને નિશાન બનાવી ત્યાં મિસાઈલ એટેક કર્યો છે.

  5. સાઉદી અરેબિયા: ઈરાને સાઉદી અરેબિયાના રિયાધ પર હુમલો કર્યો છે. અહીં પણ અમેરિકી સૈન્ય મથક પર મિસાઈલો છોડવામાં આવી છે.

  6. જોર્ડન: ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી હેડક્વાર્ટર પર એટેક કર્યો છે. જોર્ડન ઈઝરાયેલનો પાડોશી દેશ છે અને ત્યાં અમેરિકાએ તેના શક્તિશાળી F-22 ફાઈટર જેટ્સ તૈનાત કરી રાખ્યા છે.

  7. કુવૈત: ઈરાને કુવૈત પર પણ હુમલો કર્યો છે, જ્યાં અમેરિકી બેઝ આવેલું છે. અહીં હુમલો કરીને ઈરાને સંકેત આપ્યો છે કે જો આ જંગ ચાલુ રહેશે, તો આખા મધ્ય પૂર્વમાં હાહાકાર મચી શકે છે.

Iran Israel War Breaking: ઈરાની જનતા અત્યાચારી શાસનને ઉખેડી ફેંકે, નેતન્યાહુનો હુંકાર,સત્તા પરિવર્તન માટે કર્યુ આહ્વાન

Published On - 3:13 pm, Sat, 28 February 26