
ઈરાનના હુમલા બાદ ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા તેજ થઈ ગઈ છે. ઈરાને 1 ઓક્ટોબર, 2024ના રોજ જે રીતે ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો તેનાથી વિશ્વભરના લોકો ડરી ગયા છે. યુદ્ધ કોઈપણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. એ તો બધા જાણે જ છે, પણ જે રીતે સ્થિતિ ઉભી થઈ છે, તેને કોણ ટાળી શકે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહ નેતાઓની હત્યા અને લેબનોન પર બોમ્બ ધડાકાના જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલા દરમિયાન જેરુસલેમથી લઈને ઈઝરાયેલની જોર્ડન વેલી સુધી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય છે. અમેરિકા અને બ્રિટને પણ ઈઝરાયેલના બચાવમાં તત્પરતા દાખવી અને મિસાઈલોને હવામાં જ તોડી નાખી, પરંતુ કેટલીક મિસાઈલો તેના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે, તેનાથી ઈઝરાયેલને કોઈ મોટું નુકશાન થયું નથી. આ હુમલાઓ પછી જેરુસલેમ નજીક એક ગુપ્ત બંકરમાં નેતન્યાહુની અધ્યક્ષતામાં સુરક્ષા કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નેતન્યાહૂએ...