
ઈરાન સામેના યુદ્ધમાં છેલ્લા 24 કલાકમાં ઐતિહાસિક નુકસાન વેઠ્યા બાદ અમેરિકા અને ઈઝરાયેલે સાથે મળીને ઈરાનના વીજ પ્લાન્ટ અને બુશેહર પરમાણુ કેન્દ્ર પર અત્યંત ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે. ઈરાનના બુશેહર પ્લાન્ટ પર ઈઝરાયેલ અને અમેરિકાનો આ ચોથો મોટો હુમલો હતો, જે ન્યુક્લિયર પ્લાન્ટની ‘પેરિમીટર ફેન્સિંગ’ (સીમાની વાડ) પાસે કરવામાં આવ્યો હતો. જો કે, ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલા છતાં ‘પ્લાન્ટનું સંચાલન અવિરત ચાલુ છે.’
US/Israel strike KEY Iran power plant again, KILL security staff member — IRNA
4th attack on Bushehr Plant ‘struck near perimeter fence’
‘Plant’s operation continues unaffected’ pic.twitter.com/B9xqpdleQS
— RT (@RT_com) April 4, 2026
એવું માનવામાં આવે છે કે, ઈરાનના તે ઘાતક હુમલાનો ઈઝરાયેલ અને અમેરિકાએ આ જવાબ આપ્યો છે, જેમાં ઈરાને અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ, એરક્રાફ્ટ કેરિયર અને એટેક હેલિકોપ્ટર સહિત MQ-9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાનના દાવા મુજબ, તેના હુમલામાં છેલ્લા 24 કલાકમાં અમેરિકાએ અત્યાર સુધીના યુદ્ધમાં સૌથી મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ઈરાને અમેરિકી યુદ્ધ વિમાનો પર આ હુમલો ત્યારે કર્યો, જ્યારે ટ્રમ્પે 2 દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તેહરાનની મિસાઈલ છોડવાની અને એર ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે.
IAEA: ‘DEEP CONCERN’ about latest attack on Iran’s Bushehr nuclear power plant that KILLED 1
Building on site DAMAGED ‘by shockwaves and fragments’
‘NPP sites must NEVER be attacked’ https://t.co/smzKj2L4nD pic.twitter.com/9X5fYeTY61
— RT (@RT_com) April 4, 2026
ઈરાનના બુશેહર પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર થયેલા તાજેતરના હુમલા અંગે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા નિરીક્ષણ એજન્સી (IAEA) એ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. IAEA એ જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા બુશેહર પરમાણુ કેન્દ્ર પર કરવામાં આવેલા હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે. વિસ્ફોટક તરંગો અને ટુકડાઓને કારણે પ્લાન્ટમાં સ્થિત ઈમારતને નુકસાન થયું છે. એજન્સીએ ટાંક્યું છે કે, ‘પરમાણુ ઊર્જા પ્લાન્ટના સ્થળો પર ક્યારેય હુમલો થવો જોઈએ નહીં.’