Breaking News: નિશાના પર સામાન્ય નાગરિકો… ઈઝરાયેલના શહેરોમાં લોહીની નદીઓ વહી, 100 થી વધુ ઘાયલ

વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હવે લોહીયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. આ વખતે ઈરાને હુમલો એટલો ભયાનક હતો કે બાળકો સહિત 100 થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે.

Breaking News: નિશાના પર સામાન્ય નાગરિકો... ઈઝરાયેલના શહેરોમાં લોહીની નદીઓ વહી, 100 થી વધુ ઘાયલ
| Updated on: Mar 22, 2026 | 7:23 PM

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને એકબીજા પર સતત પ્રહાર અને વળતા પ્રહાર કરી રહ્યા છે. આ જ કડીમાં ઈરાને દક્ષિણ ઈઝરાયેલના શહેર અરાદ પર મિસાઈલો દાગી હતી, જેના કારણે 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલની સેનાએ આરોપ લગાવ્યો છે કે, ઈરાને જાણીજોઈને નાગરિક વસ્તી ધરાવતા વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

નેતન્યાહુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, “હું અહીં અરાદમાં છું. અહીં એક ચમત્કાર થયો છે; કોઈનું મૃત્યુ નથી થયું પરંતુ અમે માત્ર ચમત્કાર પર નિર્ભર રહેવા માંગતા નથી. મિસાઈલ અહીં ઈમારતોની વચ્ચે પડી… આ સંઘર્ષમાં અમે જીતી રહ્યા છીએ, અમે દુશ્મનને કચડી રહ્યા છીએ…”

ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, “અરાદમાં થયેલા હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના હોમ ફ્રન્ટ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ બ્રિગેડિયર જનરલ એલાદ એડ્રીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને નુકસાનનો જાયજો લીધો હતો.”

એલાદ એડ્રીએ જણાવ્યું કે, “મારી પાછળ તમે એ જગ્યા જોઈ શકો છો, જ્યાં મિસાઈલ સીધી પડી હતી. અહીં એક રહેણાંક ઈમારતને પણ ભારે નુકસાન થયું છે.” તેમણે જણાવ્યું કે, હુમલો સીધો વસ્તીવાળા વિસ્તાર પર થયો હતો, જેના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “ફરી એકવાર ઈરાની દુશ્મને નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સાંજના સમયે થયેલા આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.” સાથે જ તેમણે જણાવ્યું કે, બચાવ ટુકડીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

100 થી વધુ લોકો ઘાયલ થયા

એલાદ એડ્રીએ કહ્યું કે, “ઈઝરાયેલમાં આ એક નવા સપ્તાહની શરૂઆત છે, અમે હમણાં જ તેની શરૂઆત કરી છે. અમે આશા રાખીએ છીએ કે, આ અઠવાડિયું સારું જશે.” તેમણે માહિતી આપી કે, એક હુમલો ડિમોના (Dimona) માં થયો હતો જ્યારે બીજો અરાદમાં, જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલોના હુમલામાં અરાદ અને ડિમોના બંને શહેરોમાં બાળકો સહિત 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓથી રહેણાંક વિસ્તારોમાં ભારે તબાહી મચી છે અને સ્થાનિક ઈમરજન્સી સેવાઓ પર દબાણ વધી ગયું છે.

Breaking news : 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીશું, ટ્રમ્પે ઈરાનને આપી મોટી ધમકી

Published On - 7:22 pm, Sun, 22 March 26

Follow Us
Loading...
Unable to load recommendations.