AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અબુ ધાબીમાં મોટો ડ્રોન અટેક, ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યું

ઈરાન-યુએસએ-ઈઝરાયલ તણાવ વચ્ચે યુએઈ પરમાણું પ્લાન્ટ પર હુમલો થયો છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી, ઈરાને વારંવાર યુએઈ અને અન્ય ખાડી દેશો પર હુમલો કર્યો છે.

Breaking News : અબુ ધાબીમાં મોટો ડ્રોન અટેક, ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યું
| Updated on: May 18, 2026 | 7:46 AM
Share

મિડિલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલુ તણાવ સંપુર્ણ રીતે બંધ થવાનું નામ લઈ રહ્યું નથી. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો સ્થગિત થઈ રહ્યા હોય તેવું લાગે છે, સંયુક્ત અરબ અમીરાતે કહ્યું કે, રવિવારે તેના પરમાણું ઉર્જા પ્લાન્ટ પર હુમલો થયો છે. જેના કારણે આગ લાગી હતી. અબુ ધાબીના અધિકારીઓએ આને ખતરનાક કહ્યું છે. દેશના રક્ષા મંત્રાલયે કહ્યું કે, 3 ડ્રોન પશ્ચિમી સીમા તરફથી યુએઈમાં આવ્યા હતા. 2 ડ્રોનને રોકવામાં આવ્યા હતા.પરંતુ ત્રીજું ડ્રોન અબુ ધાબુમાં બરાકાહ પરમાણુ વીજ પ્લાન્ટની આંતરિક સરહદની બહાર એક પાવર જનરેટર પર અથડાયો હતો, જેના કારણે આગ લાગી હતી.

UAEએ જવાબી હુમલાની ધમકી આપી

આ ઘટના એવા સમયે બની છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથે ઘર્ષણને પૂર્ણ કરવાનો પ્રયાસ બંધ થયો છે. ખાડી ક્ષેત્રની સુરક્ષા પર તણાવ પર ખતરો બનેલો છે. યુએઈએ આ હુમલા માટે કઈ પણ ને જવાબદાર ઠેરવ્યું નથી. પરંતુ આ ખતરનાક ઘટના ગણાવી છે. યુએઈના વિદેશ મંત્રાલયે હુમલાને આક્રમકતાનું એક અસ્વીકાર્ય કૃત્ય જણાવ્યું છે અને કહ્યું કે, કોઈ પણરીતે દુશ્મનીનો જવાબ આપવાનો અધિકાર છે.

વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, શાંતિપૂર્ણ ઉર્જા સુવિધાઓ નિશાન બનાવવું આંતરરાષ્ટ્રીય કાનુન,સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને માનવીય કાનુનના સિદ્ધાંતોનું ઘોર ઉલ્લંધન છે. અધિકારીએ એ કારણ નહી જણાવ્યું કે, ડ્રોન ક્યાંની લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ યુએઈએ પહેલા ઈરાન પર પોતાના ઉર્જા ઠેકાણા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમજ આને સંઘર્ષનું વધવાનું કહ્યું છે.

આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

સ્થાનિક અમીરાત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી, અને રેડિયોલોજીકલ સલામતી સ્તરો અને કામગીરીને કોઈ અસર થઈ નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ કહ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રાસીએ આ ઘટનાની નિંદા કરી અને પરમાણુ સલામતીને જોખમમાં મૂકી શકે તેવી કોઈપણ લશ્કરી પ્રવૃત્તિને અસ્વીકાર્ય ગણાવી.

ઈરાને યુએઈ પર સૌથી વધુ હુમલા કર્યા

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી, ઈરાને વારંવાર યુએઈ અને અન્ય ખાડી દેશો પર હુમલો કર્યો છે. જોકે, ઈરાનના હુમલાઓમાં યુએઈ સૌથી વધુ નિશાન બન્યું છે, જેમાં 550 થી વધુ મિસાઈલ અને 2,800 ડ્રોન છોડવામાં આવ્યા છે. યુએઈએ દાવો કર્યો છે કે. ઈરાને તેના નાગરિક અને ઉર્જા માળખા પર હુમલો કર્યો છે. દરમિયાન, તેહરાને દાવો કર્યો છે કે યુએઈ ઈરાન સામેના હુમલામાં સામેલ છે.

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે ઈઝરાયેલ પર ઈરાન અને અમેરિકાએ હુમલો કર્યો. સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">