
ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઈલ હુમલો કરતા 500 થી વધારે મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અનુસાર માત્ર 24 માર્ચની રાતે 220 મિસાઈલોને એક સાથે હુમલો કર્યો છે. જેનાથી અત્યારસુધીનું સૌથી મોટું સિંગલ મિસાઇલ બાર્જ હોવાનું માનવામાં આવે છે. સરેરાશ, ઈરાન દર કલાકે ઇઝરાયલ પર 10 મિસાઇલ હુમલા કરે છે.
આ હુમલામાં ઈઝરાયલના અનેક શહેરોને એક સાથે નિશાન બનાવ્યા છે. હુમલામાં મુખ્ય કેન્દ્ર તેલ-અવીવ હતુ. આ હુમલો એવા સમયે થયો હતો. જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરને લઈ વાતચીત થઈ રહી છે. ઈઝરાયલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈઝરાયલે રશિયા ઈરાનની સપ્લાય માર્ગને ઠપ્પ કરી દીધો છે.
ઈરાનના હુમલામાં ઈઝરાયલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં તેલ અવીવ, હાઈફા,બની બ્રાક અને સેન્ટ્રલ ઈઝરાયલના અનેક વિસ્તારો સામેલ છે. આ હુમલામાં અનેક ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે. તેમજ કેટલીક ઈમારતો પડી જવાની માહિતી સામે આવી છે. તેલ અવીવમાં એક રસ્તા પર મિસાઈલ પડવાથી આસપાસની બિલ્ડિંગના કાચ તુટી ગયા છે અને આગ લાગી હતી.રિપોર્ટ મુજબ 15 થી 200 વચ્ચે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેના મુજબ ઈઝરાયલના મલ્ટી લેયર ડિફેન્સ સિસ્ટમને અંદાજે 70 મિસાઈલને હવામાં નષ્ટ કરી હતી. જેમાં આયરન ડોમ, એરો સિસ્ટમ, ડેવિડ્સ સ્લિંગ સામેલ છે. અન્ય 30 ટકા મિસાઈલ પોતાના લક્ષ્ય સુધી પહોચી ગઈ છે. જેનાથી મોટું નુકસાન થયું છે. મિસાઈલમાં ક્લસ્ટર વોરહેડ લાગેલ હતા. જે હવામાં બ્લાસ્ટ થઈ નાના-નાના ભાગમાં વહેંચાય છે. જેનાથી શહેરી વિસ્તારમાં ખુબ તબાહી મચી અને બચાવ કાર્ય ચાલુ છે.
ઈરાને દાવો કર્યો કે, તેમણે આ હુમલામાં પોતાની નવી પીઢીની મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જેમાં સામેલ ફતહ-2, સેજ્જિલ,ઈમાદ અને ખોર્મશહર-4 સામેલ છે.ઈરાનનું કહેવું છે કે, આ મિસાઈલ ફાસ્ટ રફતાર અને દિશા બદલવાની ક્ષમતાનું કારણ એર ડિફેન્સ સિસ્ટમને ચમકો આપી શકે છે. ઈરાન જાણી જોઈને મોટા પ્રમાણે મિસાઈલ હુમલો કરી રહ્યો છે. જેનાથી ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને થકાવી શકાય.હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ યુદ્ધને નવી દિશા આપી રહ્યો છે.