
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે તેલ-ગેસના પુરવઠા પર વધતા જતા જોખમને જોતા દક્ષિણ કોરિયાએ દેશભરમાં ઊર્જા બચત અભિયાન (Energy Saving Campaign) શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ ‘લી જે મ્યંગે’ મંગળવારે (24 માર્ચ) જણાવ્યું હતું કે, તમામ સરકારી સંસ્થાઓ તેમના પેસેન્જર વાહનોનો ઉપયોગ ઘટાડશે અને સામાન્ય જનતાને પણ ઊર્જા બચાવવા માટે પ્રેરિત કરવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં ઊર્જા મંત્રી કિમ સુંગ-વ્હાને માહિતી આપી હતી કે, હાલમાં ખાનગી ક્ષેત્રના વાહનોના ઉપયોગ પર કોઈ ફરજિયાત પ્રતિબંધ નથી પરંતુ જો ઊર્જા કટોકટી વધશે તો આ નિર્ણય પર ફરીથી વિચાર કરવામાં આવી શકે છે. જો કે, સરકારે જનતાને ઊર્જા બચાવવા માટે કેટલીક આદતો અપનાવવાનો અનુરોધ કર્યો છે, જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે:
ઊર્જા મંત્રી કિમ સુંગ-વ્હાને જણાવ્યું હતું કે, દેશની ટોચની 50 તેલ વપરાશકર્તા કંપનીઓને તેલનો વપરાશ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ કર્મચારીઓના આવવા-જવાનો સમય અલગ-અલગ રાખવાની (Staggered Commuting) સલાહ આપવામાં આવી છે. સરકારે મે મહિના સુધીમાં પાંચ ન્યુક્લિયર રિએક્ટર ફરી શરૂ કરવા કોલસા આધારિત પ્લાન્ટ્સ પરના નિયંત્રણો હળવા કરવા અને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) વધારવાનો નિર્ણય લીધો છે. આનાથી દરરોજ સરેરાશ 14,000 ટન LNG ની બચત થઈ શકશે, જે દેશના દૈનિક વપરાશના લગભગ 20% છે.
દક્ષિણ કોરિયા દરરોજ 2.9 મિલિયન બેરલ તેલનો વપરાશ કરે છે. તેની પાસે કુલ 190 મિલિયન બેરલનું રિઝર્વ (સ્ટોક) છે પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, પેટ્રોકેમિકલ નિકાસ અને બીજી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આ રિઝર્વ માત્ર બે મહિના સુધી જ ચાલી શકે છે. હોર્મુઝની સ્ટ્રેટમાં યુદ્ધના કારણે ટેન્કર ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. દક્ષિણ કોરિયા તેનું 70% ક્રૂડ ઓઈલ આ જ રસ્તેથી આયાત કરે છે.
UAE પાસેથી 24 મિલિયન બેરલ તેલના પુરવઠાનું વચન લેવામાં આવ્યું છે પરંતુ તેની ડિલિવરીનો સમય હજુ નક્કી થયો નથી. 25 ટ્રિલિયન વોન (આશરે 16.6 અબજ ડોલર)નું પૂરક બજેટ (Supplementary Budget) તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં સામાન્ય જનતાને કેશ વાઉચર અને કંપનીઓને સહાયની જોગવાઈ કરવામાં આવી શકે છે.
Published On - 7:33 pm, Tue, 24 March 26