વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો

Iran Deportation Policy: થોડા દિવસો પહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયુ. આ યુદ્ધમાં અનેકવાર ઈરાની પોલીસે અફઘાનીઓની ધરપકડ શંકાના આધારે કરી. હવે ઈરાનમાં રહી રહેલા અફઘાનીઓને ત્યાંની સરકાર ભગાડી રહી છે. આપને જણાવી દઈએ કે 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસ્યા હતા.

વિઝા-પાસપોર્ટ છીનવી પોલીસે જાનવરો જેવુ કર્યુ વર્તન, આ મુસ્લિમોને કેમ દેશમાંથી ભગાડી રહ્યુ છે ઈરાન?- વાંચો
| Updated on: Aug 01, 2025 | 9:52 PM

અમેરિકામાં બીજીવાર સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યુ છે. તમને કદાચ યાદ હશે કે ટ્રમ્પ પ્રશાસને કેવી રીતે ભારતીયોને સાંકળોમાં બાંધીને ભારત પરત મોકલ્યા હતા. ટ્રમ્પની આ પ્રકારે ડિપોર્ટ કરવાની નીતિની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી હતી. હવે ટ્રમ્પના દુશ્મન દેશ ઈરાને પણ બિન ઈરાનીઓની સાથે આ પ્રકારનું વર્તન શરૂ કર્યુ છે. જે અંતર્ગત લાખો અફઘાનીઓને ઈરાનમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ચિંતાઓનો હવાલો દેતા આ લોકોને જુલાઈ સુધી અફઘાનિસ્તાન પરત જવાની અલ્ટીમેટમ અપાયુ હતુ. આ અફઘાનીઓના વિઝા અને પાસપોર્ટ પણ છીનવી લેવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનથી ભાગીને ઈરાનમાં વસ્યા હતા UNHCR (United Nations High Commissioner for Refugees) અનુસાર લગભગ 40 લાખથી વધુ શરણાર્થીઓ અફઘાનિસ્તાનથી આવીને ઈરાનમાં વસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર જુલાઈની શરૂઆતમાં રોજના લગભગ 50 હજાર લોકો ઈરાન છોડી રહ્યા હતા. આ લોકો પર ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને અનેક લોકોની જાસૂસીની શંકા રાખી ધરપકડ પણ કરવામાં આવી હતી....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો