
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરમાં ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી છે. આ સ્થિતિનો અસર ભારત પર પણ પડી રહ્યો છે, કારણ કે ભારત તેની LPG જરૂરિયાતોનો મોટો ભાગ આયાત પર આધારિત છે. હાલમાં દેશમાં LPG ને લઈને પુરવઠા અંગે ચર્ચા વધી છે.
ભારત તેની કુલ LPG જરૂરિયાતોમાંથી લગભગ 40% ગેસ દેશ અંદર ઉત્પાદન કરે છે, જ્યારે બાકીના 60% જેટલા LPG માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આ આયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવે છે, જ્યાં હાલ ભૂરાજકીય તણાવ વધ્યો છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની શક્યતા LPG સપ્લાય પર સીધી અસર કરી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસના જહાજો પસાર થાય છે. જો આ માર્ગમાં અવરોધ આવે તો ભારત સહિત અનેક દેશોના ઊર્જા પુરવઠા પર અસર પડી શકે છે.
ભારતમાં LPGનો વાર્ષિક વપરાશ લગભગ 31.3 મિલિયન ટન છે. તેમાંમાંથી આશરે 87% LPG ઘરગથ્થુ રસોઈ માટે વપરાય છે, જ્યારે બાકીનો ભાગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાપારી ક્ષેત્રોમાં વપરાય છે. છેલ્લા દાયકામાં સ્વચ્છ રસોઈ ઇંધણને પ્રોત્સાહન મળતા LPGની માંગમાં સતત વધારો થયો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના આંકડા મુજબ, 2015માં દેશમાં 1,486 લાખ LPG ગ્રાહકો હતા, જે જુલાઈ 2025 સુધી વધીને 3,305 લાખ થયા છે. એટલે કે એક દાયકામાં ગ્રાહકોની સંખ્યામાં 120% થી વધુ વધારો નોંધાયો છે. સરકારનો દાવો છે કે દેશમાં LPG કવરેજ હવે લગભગ 100% ઘરો સુધી પહોંચી ગયું છે, જ્યારે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થઈ ત્યારે આ આંકડો 62% હતો.
ભારતની LPG આયાત મોટાભાગે થોડા દેશોમાં કેન્દ્રિત છે, જેમાં પશ્ચિમ એશિયાના દેશોનો મોટો હિસ્સો છે.
2025માં ભારતની LPG આયાતમાં મુખ્ય સપ્લાયર દેશો આ પ્રમાણે રહ્યા:
તે સિવાય સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક દેશો પણ ભારતને LPG સપ્લાય કરે છે. કુલ મળીને કતાર, UAE અને સાઉદી અરેબિયા મળીને ભારતની આયાતી LPG જરૂરિયાતનો 90% થી વધુ ભાગ પૂરો પાડે છે.
LPG સિવાય ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પણ મોટા પ્રમાણમાં આયાત કરે છે. 2024-25 દરમિયાન ભારતની LNG આયાત લગભગ 27 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. 2011-12માં આ આયાત માત્ર 13.5 મિલિયન મેટ્રિક ટન હતી, એટલે કે છેલ્લા વર્ષોમાં તેમાં બમણો વધારો થયો છે.
હા, ભારત હવે અમેરિકાથી પણ LPG આયાત વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ યુએસ ગલ્ફ કોસ્ટ સાથે 2026 માટે કરાર કર્યા છે.
આ કરાર હેઠળ ભારત દર વર્ષે લગભગ 2.2 મિલિયન ટન LPG અમેરિકાથી આયાત કરશે. આ પગલું પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતમાં LPG અને ગેસ ઉત્પાદનનો મોટો હિસ્સો મુંબઈ હાઈ (Bombay High) વિસ્તારમાંથી મળે છે, જે અરબી સમુદ્રમાં આવેલો છે. આ ક્ષેત્રનું સંચાલન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કરે છે અને તે દેશનું સૌથી મહત્વપૂર્ણ ઓફશોર તેલ અને ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે.
તે ઉપરાંત બંગાળની ખાડીમાં આવેલો કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિન પણ કુદરતી ગેસ માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યો છે. અહીંથી ગેસ ઉત્પાદન વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે.
કુલ મળીને જોવામાં આવે તો, ભારતમાં LPGની માંગ સતત વધી રહી છે. તેથી દેશ માટે આયાતના સ્ત્રોતો વૈવિધ્યપૂર્ણ બનાવવું અને સ્થાનિક ઉત્પાદન વધારવું બંને ખૂબ મહત્વપૂર્ણ બની ગયા છે.
અમેરિકાનું B-52 બોમ્બર કેટલું ખતરનાક છે? જાણવા માટે અહીં ક્લિક કરો