અમેરિકામાં મૂળ ભારતીયોના કુલ 13 લાખ મત, ગેમ ચેન્જર સાબિત થશે મૂળ ભારતીય મતદારો

|

Jul 19, 2020 | 12:44 PM

અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મૂળ ભારતીય એવા 13 લાખ મતદારો હુકમનો એક્કો સાબિત થાય તેમ છે. અમેરિકાના આઠ રાજ્યમાં ભારતીય મતદારોની બહુમતી છે. ગયા વખતે 2016માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મતદારોનો ઝોક ડેમોક્રેટીક પાર્ટી તરફ વધુ હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના હરીફને લોકશાહી ઢબે હરાવવામાં આસાની રહી હતી. આ વખતે ભારતીય મતદારોનો […]

અમેરિકામાં મૂળ ભારતીયોના કુલ 13 લાખ મત, ગેમ ચેન્જર સાબિત થશે મૂળ ભારતીય મતદારો

Follow us on

અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મૂળ ભારતીય એવા 13 લાખ મતદારો હુકમનો એક્કો સાબિત થાય તેમ છે. અમેરિકાના આઠ રાજ્યમાં ભારતીય મતદારોની બહુમતી છે. ગયા વખતે 2016માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય મતદારોનો ઝોક ડેમોક્રેટીક પાર્ટી તરફ વધુ હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના હરીફને લોકશાહી ઢબે હરાવવામાં આસાની રહી હતી.

આ વખતે ભારતીય મતદારોનો ઝોક રિપબ્લિકન પાર્ટી તરફ વધુ છે. ડેમોક્રેટીક પક્ષની પકડ પ્રમાણમાં ઢીલી પડી છે. લોકોમાં ચાહના પણ ગુમાવી રહ્યો છે. આ સંજોગોમાં રિપબ્લિકન પાર્ટીના જો બિડેનના જીતવાની શક્યતા વધુ જોવાઈ રહી છે. જો કે હિલેરી ક્લિન્ટનનો પ્રભાવ ભારતીય સમુદાયમાં જેટલો હતો એટલો પ્રબાવ જો બિડેનનો નથી. અમેરિકાના રાજકીયપક્ષના અનેક લોકોનું માનવુ છે કે ભારતીય મતદારો ગેમ ચેન્જર બની શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2016ની ચૂટણીમાં પેન્સિલવેનિયા, મિશીગન, વિસ્કોન્સિન રાજ્યમાં ડેમોક્રેટીકના ઉમેદવાર હાર્યા હતા. અમેરિકાના મિશીગનમાં 1.25 લાખ, પેન્સિલવેનિયામાં 1.56 લાખ તો વિસ્કોન્સિનમાં 37 હજાર ભારતીય મતદારો છે. આ ત્રણેય રાજ્યોમાં પૈકી મિશીગનમાં 10 હજાર, પેન્સિલવેનિયામાં 43 હજાર અને વિસ્કોન્સિન 21 હજાર મતે હાર થવા પામી હતી. જો ભારતીય મતદારોને તેમના તરફ આકર્ષયા હોત તો પરિણામ કઈક અલગ જ હોત.

Next Article