Canada : કોરોના (Corona) સંકટનો સામનો કરવા માટે, કેનેડાની સરકારે યુએસ-કેનેડા (Canada) બોર્ડર પર તમામ ટ્રક ડ્રાઇવરો માટે કોરોના રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. સરકારે આદેશ આપ્યો છે કે ડ્રાઇવરોને કોરોના રસીકરણ કરાવ્યા પછી જ ટ્રક કેનેડામાં પ્રવેશી શકશે. ત્યારથી ટ્રક ચાલકો જબરદસ્ત આંદોલન કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, ઓટાવા (Ottawa), કેનેડા (Canada)માં ભારતના હાઈ કમિશને (High Commission of India )મંગળવારે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે અથવા દેશમાં મુસાફરી કરવાનું આયોજન કરવા માટે એક એડવાઈઝરી બહાર પાડી હતી.
Advisory for Indian Citizens in Canada or planning travel to Canada- Please take all precautions in light of the ongoing protests and public disturbance in Ottawa and other major Canadian cities.
Special #Helpline for distressed Indian citizens in Canada- ☎️ 6137443751 pic.twitter.com/jNLodQuphU— India in Canada (@HCI_Ottawa) February 8, 2022
હાઈ કમિશને ભારતીયોને એવા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હાઈ કમિશને ભારતીય નાગરિકોને કર્ફ્યુ સહિત સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે. ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવા માટે, હાઈ કમિશને હેલ્પલાઈન નંબર (+1) 6137443751 જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, કેનેડાની રાજધાની ઓટાવામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વિરોધીઓનું કહેવું છે કે જ્યાં સુધી રસીકરણ સંબંધિત તમામ નિયમો અને કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં નીકળે.
બીજી તરફ કેનેડાએ યુએસને અપીલ કરી છે કે તેઓ ઓટાવામાં કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહન ન આપે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટરે સોમવારે કહ્યું કે, અમેરિકી અધિકારીઓએ તેમના ઘરેલુ મામલામાં દખલગીરી કરવાથી દૂર રહેવું જોઈએ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત રિપબ્લિકન પાર્ટી ઓફ અમેરિકાના ઘણા નેતાઓએ કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. પ્રદર્શનોને કારણે શહેર સંપૂર્ણપણે અવ્યવસ્થિત થઈ ગયું છે અને તેના કારણે આર્થિક ગતિવિધિઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે.