Indian American: પરદેશમાં વસીને ભારત દેશનું નામ રોશન કરનારી 24 સફળ મહિલાઓનું USAમાં સન્માન

|

Jul 17, 2021 | 3:51 PM

સફળતાને સન્માનવા માટે  USAમાં 18 તારીખે 24 સફળ ભારતીય મહિલાઓ(Indian Origin Women)નું સન્માન કરવામાં આવશે

Indian American: ભારતીયો(Indians) માટે એમ કહેવાય કે જ્યાં પણ વસે કે જ્યાં પણ બિઝનેસ(Business) કરતા હોય છે ત્યાં દેશનું નામ હંમેશા ઉંચુ રાખે છે. આવી જ સફળતાને સન્માનવા માટે  USAમાં 18 તારીખે 24 સફળ ભારતીય મહિલાઓ(Indian Origin Women)નું સન્માન કરવામાં આવશે. આ એ બિઝનેસ સાહસિક (Women Entrepreneur) સાથે ઉધ્યમી મહિલાઓ છે કે જેમણે પોતે શરૂ કરેલા સાહસમાં વિદેશમાં પણ તેમણે મોટુ નામ કર્યું છે. તેમની આ જ સિદ્ધીને એટલે જ સન્માનવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં  step2stepUp Incના ચેરમેન વાસુ પવાર (CEO અને Founder), પરિમલ સાવ (કો-કન્વીનર), યોગી પટેલ  (કો-કન્વીનર) હાજરી આપશે.

24 મહિલા સાહસિકોને સન્માનવાનાં પ્રસંગે ભારતીય કોન્સ્યુલેટ જનરલ હાજરી આપશે. આ સિવાય સીટી રિવર સાઈડ એરીયાનાં મેયર પેટ્રીસિયા ડ્રોસન અને કોન્ગ્રેસ મેન માર્ક ટકાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે. Tribute to 24 Women નામનાં આ કાર્યક્રમમાં પસંદ કરવામાં આવેલી મહિલામાં સ્મિતા વસંત, ઐશ્વર્યા નીધિ, મોનાલીસા ખડકે, રાધિકા શાહ, આરતી માણેક, ચારૂ શિવાકુમારન, હિના નૂર, ડો. મનોરમા ગુપ્તા, રાની કુસ્તો, ડો. સિંદુરી જઈસિંગે, રોઝ મુરલીક્રિશ્નન , ડોલી ઓઝા, રૂહી હાક, શ્રીના કુરાની, મિશેલ મહેતા, પાર્વતી કોટા, બલજીત કૌર, ડો.વર્ષિની મુરલીક્રિશ્નન, જયા હેમનાની, પાયલ સોવહની, સાતી પરસૌદનો સમાવેશ થાય છે.

 

 

Published On - 1:17 pm, Sat, 17 July 21

Next Video