AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અમેરિકા પાસેથી 25% એલપીજી આયાત કરશે, સરકારી કંપનીઓ આગામી બે મહિનામાં ટેન્ડર બહાર પાડી શકે છે

પશ્ચિમ એશિયાઈ દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત 2027 સુધીમાં પોતાની જરૂરિયાતનો એક-ચોથાઈ એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સરકારી તેલ કંપનીઓ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.

ભારત અમેરિકા પાસેથી 25% એલપીજી આયાત કરશે, સરકારી કંપનીઓ આગામી બે મહિનામાં ટેન્ડર બહાર પાડી શકે છે
| Updated on: Jul 29, 2026 | 8:44 PM
Share

પશ્ચિમ એશિયાઈ દેશો પર એલપીજી માટેની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધુ આયાત કરવા વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, ભારત વર્ષ 2027માં અન્ય દેશોમાંથી ખરીદવામાં આવતા એલપીજીમાંથી ચોથા ભાગનો (25%) એલપીજી અમેરિકા પાસેથી આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં સૂત્રોના હવાલેથી માહિતી આપવામાં આવી છે કે ભારતની સરકારી રિફાઇનર્સ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આગામી એક-બે મહિનામાં વર્ષ 2027માં અમેરિકાથી એલપીજી સપ્લાય માટે ટેન્ડર જારી કરી શકે છે.

આગામી મહિને અમેરિકા જઈ શકે છે ભારતીય કંપનીઓનું પ્રતિનિધિમંડળ

સૂત્રોએ રોયટર્સને એ પણ જણાવ્યું કે સોર્સિંગ અંગે વાતચીત કરવા માટે આ કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આગામી મહિને અમેરિકા જઈ શકે છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી આ માહિતીની પુષ્ટિ માટે રોયકર્સે તેલ મંત્રાલય અને ત્રણેય કંપનીઓને ઈ-મેલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નહોતો.

ભારતે નિકટના ભવિષ્યમાં અમેરિકા પાસેથી ઊર્જાની ખરીદી 10 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર કરવાનું વચન આપ્યું છે. બંને દેશો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવા માટે સહમત થયા છે. અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાંથી ગેસનો પુરવઠો ખોરવાયા બાદ ભારતે અમેરિકા અને અન્ય દેશો પાસેથી એલપીજીની ખરીદી ઝડપી બનાવી દીધી છે. જૂન મહિનામાં પહેલીવાર ભારતે અમેરિકા પાસેથી દસ લાખ ટનથી વધુ એલપીજી આયાત કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા પાસેથી થનારી આ એલપીજી આયાત ભારતના વર્ષ 2026ના વાર્ષિક કરાર (2.2 મિલિયન ટન)ના નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં પણ વધુ હોઈ શકે છે.

આગામી વર્ષે ભારતમાં ગેસની માંગ વધી શકે છે

સરકારી આંકડા અનુસાર, જાન્યુઆરીથી જૂન 2026 વચ્ચે ભારતમાં એલપીજીનો વપરાશ અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 8% ઓછો રહ્યો હતો. તે જ સમયે, એલપીજીની આયાત પણ લગભગ 28% ઘટીને આશરે 75 લાખ ટન રહી ગઈ હતી. એક સૂત્રએ જણાવ્યું કે ઓછો પુરવઠો મળવાના કારણે આ વર્ષે 2026માં ભારતમાં એલપીજીનો કુલ વપરાશ ઘટીને આશરે 3 કરોડ ટન રહી શકે છે.

જોકે, આગામી વર્ષે ભારતની એલપીજી જરૂરિયાત વધીને લગભગ 3.1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં દેશને આશરે 2 કરોડ ટન એલપીજી વિદેશોમાંથી આયાત કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં અમેરિકા પાસેથી ભારતની આયાત આશરે 45-50 અબજ ડોલરની આસપાસ છે. તેથી એ સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે જો વેપારને અનેક ગણો વધારવો હોય, તો અમેરિકા કયા ક્ષેત્રો માટે ભારત પાસેથી તેનું બજાર ખોલાવવા માંગે છે?

ગુજરાતમાં ચોરી કરવા માટે રાજસ્થાનના મંદિરમાં માનતા રાખતી અનોખી તસ્કર ગેંગ ઝડપાઈ, 5 આરોપીઓની ધરપકડ

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">