India Pakistan War : ભીખમંગા પાકિસ્તાનના ‘PM’ પર લાગેલ છે ‘આરોપ’, જાણીને ચોંકી જશો

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે લંડનમાં કરોડોની મિલકત, ખેતીલાયક જમીન, ઉદ્યોગોમાં રોકાણ અને બેંક હોલ્ડિંગ્સ છે. જો કે, ઘણાં ઓછા લોકોને ખબર છે કે તેમની સામે મની લોન્ડરિંગના પણ આરોપો લાગેલા છે.

India Pakistan War : ભીખમંગા પાકિસ્તાનના PM પર લાગેલ છે આરોપ, જાણીને ચોંકી જશો
| Updated on: May 10, 2025 | 5:03 PM

હાલમાં પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને એમાંય પાકિસ્તાન કહી રહ્યું છે કે, અમે ભારત સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. પાકિસ્તાની નાગરિકો પાસે પૂરતું અનાજ, ચોખા અને પીવાનું પાણી નથી પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અબજો ડોલરની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે, શાહબાઝ શરીફ પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે.

દેવાળિયો છે પાકિસ્તાન ‘PM’

મળતી માહિતી અને સમાચાર અહેવાલો અનુસાર, શાહબાઝ શરીફની કુલ સંપત્તિ 22 અબજ રૂપિયા (લગભગ $262 મિલિયન) સુધીની હોઈ શકે છે, જેમાં પાકિસ્તાનમાં 9 અબજ રૂપિયા અને લંડનમાં 12 અબજ રૂપિયાની મિલકતોનો સમાવેશ થાય છે. જો કે, આટલી બધી સંપતિ હોવા છતાં પણ શાહબાઝ શરીફ પર 13.2 કરોડ રૂપિયાનું દેવું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

શાહબાઝ શરીફની આવકના મુખ્ય સ્ત્રોતોમાં રાજકીય આવક, કૌટુંબિક વ્યવસાય અને બીજી આવક જેવી કે ભાડું, બેંક હોલ્ડિંગ્સ અને રોકાણોમાંથી મળતું વળતર પણ સામિલ છે. શાહબાઝ શરીફે રિયલ એસ્ટેટ, ખેતી, ઔદ્યોગિક રોકાણો અને બેંક હોલ્ડિંગ્સમાં પણ રોકાણ કરેલું છે. શરીફે રિયલ એસ્ટેટ, ખેતી, ઔદ્યોગિક રોકાણો અને બેંક હોલ્ડિંગ્સમાં પણ રોકાણ કરેલું છે.

પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોનો દાવો

જણાવી દઈએ કે, શાહબાઝ શરીફની મિલકત અંગે પણ વિવાદ થયો છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ દાવો કર્યો છે કે, છેલ્લા 30 વર્ષમાં શરીફ પરિવારની સંપત્તિ 20 લાખ રૂપિયાથી વધીને 700 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2020માં, NAB એ તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ આરોપ તેમના પરિવાર અને સહયોગીઓ દ્વારા સંગઠિત મની લોન્ડરિંગ સિસ્ટમ સાથે સંબંધિત હતો.

ધનિક નેતા

શાહબાઝ શરીફ પાકિસ્તાનના સૌથી ધનિક નેતાઓમાંના એક છે. તેમની મોટાભાગની સંપત્તિ રિયલ એસ્ટેટ, કૃષિ અને પારિવારિક વ્યવસાયોમાંથી આવે છે. તેમની આવક સરકારી પગાર, વ્યવસાય અને રોકાણોમાંથી આવે છે. જો કે, મની લોન્ડરિંગના આરોપોને કારણે શાહબાઝ શરીફની છબી પર ખરાબ અસર પડી છે.

(Disclaimer: આ આંકડા અને વિગતો અલગ-અલગ અહેવાલો પરથી મેળવવામાં આવેલી છે એટલે તેમાં ફેરફાર હોઈ શકે છે.)

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો