ઇમરાન ખાન પર મોદીના ખૌફની અસર થઈ, પાકિસ્તાને મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીઓની કરી ધરપકડ

|

Mar 05, 2019 | 1:05 PM

પાકિસ્તાન દ્વારા હવે આતંકવાદના મુદ્દે કડક પગલાં ભરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા હવે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રૌફ અઝહરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઇ સહિત મુફ્તી અબ્દુલ રૌફ અઝહર સાથે 44 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી […]

ઇમરાન ખાન પર મોદીના ખૌફની અસર થઈ, પાકિસ્તાને મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીઓની કરી ધરપકડ

Follow us on

પાકિસ્તાન દ્વારા હવે આતંકવાદના મુદ્દે કડક પગલાં ભરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા હવે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રૌફ અઝહરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઇ સહિત મુફ્તી અબ્દુલ રૌફ અઝહર સાથે 44 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે.

આતંકવાદી કાર્યોમાં સામેલ હોવાના કારણે મૌલાના મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રઉફ અને હમાદની ધરપકડ કરી છે. પાકિસ્તાને વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 44 આતંકવાદીઓની પણ ધરપકડ કરી છે. હમાદ અઝહર મૌલાના મસૂદ અઝહરનો ભાઈ છે. બન્ને નામ ભારતીય ડોઝિયરમાં સામેલ છે. પાકિસ્તાનના મંત્રી શહીર અફરીદી અને ગૃહ સચિવે આ વાતની જાણકારી આપી છે.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

ભારતના કડક વલણના કારણે પાકિસ્તાન ડરીને જમીન પર કાર્યવાહી બતાવવામાં લાગ્યું છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ પાકિસ્તાને મસૂદ અઝહરના પુત્ર હમ્માદ અઝહર, તેના ભાઇ અબ્દુલ રઉફ સહિત પ્રતિબંધિત સંગઠનના 44 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

જો કે મસૂદ અઝહર સામે કાર્યવાહી અંગે કોઇ અહેવાલ આવ્યો નથી. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સેકશન 1267 હેઠળ પ્રતિબંધિત લીસ્ટમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા અંગે ફ્રાન્સે રજૂ કરેલા પ્રસ્તાવ સામે વાંધા માટેની અંતિમ તારીખ 13 માર્ચ છે. ત્યારે ભારત ચીન સહિત 15 યુએનએસસી દેશોના સંપર્કમાં છે.

આ પણ વાંચો : અનિલ અંબાણીએ આખરે મોટાભાઈ મુકેશ અંબાણી આગળ હાથ લંબાવ્યો, RComને બચાવવા JIO પાસે માગી મદદ

પાકિસ્તાનના આતંરિક મામલાના મંત્રી શહરયારે પત્રકાર પરિષદમાં દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારનું આ એક્શન કોઈ બહારના દબાણમાં લેવામાં આવ્યો નથી. આ કાર્યવાહી દરેક પ્રતિબંધિત સંગઠનોના વિરુદ્ધ કરવામાં આવી છે. ભારતે જે ડોઝિયર સોંપ્યું છે તેમાં મસૂદના બન્ને ભાઈઓનું નામ શામેલ છે. જે પણ નોંધનીય વાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:05 pm, Tue, 5 March 19

Next Article