Breaking News: ભારતે પાકિસ્તાન પર કર્યો હુમલો ! સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને કર્યું તબાહ

આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ બદલામાં પાકિસ્તાનને એ જ રીતે જવાબ આપ્યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે."

Breaking News: ભારતે પાકિસ્તાન પર કર્યો હુમલો ! સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને કર્યું તબાહ
india destroyed pakistan air defense system
| Updated on: May 08, 2025 | 3:22 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે.

આ દરમિયાન, એવા અહેવાલો છે કે પાકિસ્તાની સેનાના હવાઈ સંરક્ષણ એકમને સિયાલકોટ, લાહોર અને પાકિસ્તાનના અન્ય એક શહેરમાં ભારે નુકસાન થયું છે. ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, “આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ બદલામાં પાકિસ્તાનને એ જ રીતે જવાબ આપ્યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.”

સત્તાવાર નિવેદન જાહેર

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 07 અને 08 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

આ હુમલાઓને કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે. હવે આ હુમલાનો વીડિયો સામે આવી રહ્યો છે.

9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કરી નાખી તબાહ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં પાકિસ્તાની આર્મી હેડક્વાર્ટર 9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ યુનિટને ભારે નુકસાન થયું છે. લાહોર ઉપરાંત, આવા ડ્રોન હુમલા ગુજરાંવાલા, રાવલપિંડી, ચકવાલ, બહાવલપુર, મિયાંવાલી, કરાચી, ચોર, મિયાંઓ અને અટોકમાં પણ થયા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

Published On - 2:50 pm, Thu, 8 May 25