મસૂદ અઝહર વિરુદ્ધ UNમાં એવું ચક્રવ્યૂહ ઘડી રહ્યુ છે ભારત કે CHINAની પણ કારી નહીં ચાલે, PM મોદીના આ ગાઢ મિત્ર પણ ભારત માટે કરી રહ્યા છે કવાયત

|

Feb 25, 2019 | 3:09 AM

પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા જૈશ એ મોહમ્મદ (JEM)ના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ ભારત UNમાં ચક્રવ્યૂહ ઘડી રહ્યું છે. TV9 Gujarati   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? […]

મસૂદ અઝહર વિરુદ્ધ UNમાં એવું ચક્રવ્યૂહ ઘડી રહ્યુ છે ભારત કે CHINAની પણ કારી નહીં ચાલે, PM મોદીના આ ગાઢ મિત્ર પણ ભારત માટે કરી રહ્યા છે કવાયત

Follow us on

પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઇંડ ગણાતા જૈશ એ મોહમ્મદ (JEM)ના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ ભારત UNમાં ચક્રવ્યૂહ ઘડી રહ્યું છે.

TV9 Gujarati

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વમાં અલગ-થલગ કરવાની ભારતની કૂટનીતિક કવાયતને તાજેતરમાં જ ફ્રાંસે ટેકો આપ્યો હતો અને સૂત્રોએ તો અહીં સુધી કહ્યુ હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જૈશને પ્રતિબંધિત કરાવવા માટે તે પ્રસ્તાવ લાવશે.

હવે ભારત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ આ કૂટનીતિક ઘાત બાદ ફ્રાંસ સાથે મળી પાકિસ્તાન પર દબાણ લાવવાના અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને તેના હેઠળ મસૂદ અઝહરની સાથે-સાથે તેના ભાઈ અબ્દુલ રૌફ અસગર તથા અન્ય જૈશ કમાંડરો વિરુદ્ધ પણ આવો જ એક પ્રસ્તાવ રજૂ કરી શકાય છે.

સૂત્રોએ જણાવ્યું કે મસૂદ સાથે પઠાણકોટ હુમલાના આરોપી અસગરને પણ પ્રતિબંધિત કરવા માટે સરકાર ડોઝિયર તૈયાર કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે અસગર અને અન્ય જૈશ આતંકીઓ વિરુદ્ધ યૂએનની સેક્શન કમિટી 1267 હેઠળ પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા માટે અલગથી પ્રસ્તાવ મૂકવામાં આવશે કે અઝરર માટે રજૂ થનાર પ્રસ્તાવમાં જ તેમના નામનો સમાવેશ કરી લેવાશે.

હંમેશની જેમ ચીન આ વખતે પણ વિઘ્ન નાખી શકે છે. ચીને 2017માં મસૂદ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ પર વિટો કર્યો હતો અને કહ્યું હતું કે આવું કરવા માટે પુરતા પુરાવા નથી. ત્યારે ભારતે તેને સેલ્કિટવ ઍપ્રોચ તથા ડબલ સ્ટાંડર્ડ ગણાવી ચીનની ટીકા કરી હતી.

મસૂદનો ભાઈ અસગર પણ ભારત વિરોધી ઝેર ઓકવા માટે કુખ્યાત છે. ચીન મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવામાં તો પુરાવની આડમાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ અસગર અને અન્ય જૈશ કમાંડરોને પ્રતિબંધિત કરવાના પ્રસ્તાવ પર જો ચીન આવું જ વલણ અપનાવશે, તો તેણે આંતરરાષ્ટ્રીય શર્મિંદગીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મસૂદ અઝહરનો ભાઈ અસગર માત્ર પઠાણકોટ હુમલામાં જ સામેલ નહોતો, પણ તે ભારત વિરુદ્ધ પોતાની ઝુંબેશમાં અઝહર કરતા વધુ સક્રિય છે. થોડાક દિવસૉ પહેલા પણ અસગરે ભારત પર હુમલાની વાત કહી હતી. તેણે કહ્યુ હતું કે તે ભારતને આતંકિત કરવા માંગે છે. અસગર ઉપરાંત ઇબ્રાહિમ અતહર અને શાહિદ લતીફના નામો પર પ્રતિબંધ લગાવવા પ્રસ્તાવ લાવી શકાય છે. આ બંને જ પઠાનકોટ હુમલાના આરોપી છે.

ફ્રાંસે પોતાના પ્રયત્નો માટે અન્ય યૂરોપિયન દેશો સાથે સંપર્ક સાધવાનું શરુ કર્યું છે. બીજી બાજુ સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાને પણ પોતાના મિત્ર દેશો સાથે મેલ-જોલ વધારી દીધું છે કે જેથી તે ફ્રાંસની આ પહેલને રોકી શકે.

[yop_poll id=1773]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article