વિશ્વના આ દેશમાં Covid-19ને લઈને કાયદો કર્યો પસાર, જેમાં વેક્સીન પણ છે ફરજીયાત

|

Jul 26, 2021 | 3:46 PM

એક દેશની સંસદે સોમવારે એવા કાયદાને મંજૂરી આપી છે કે જેમાં આરોગ્ય કાર્ય માટે વિશેષ વાયરસ પાસપોર્ટ અને રસીકરણ ફરજિયાત છે. ધારાશાસ્ત્રીઓએ રવિવારે મોડી રાત સુધી આ કાયદા પર કામ કર્યું હતું અને રવિવારની મધરાતે આ કાયદો સેનેટમાં પસાર કરવામાં આવ્યો હતો

વિશ્વના આ દેશમાં Covid-19ને લઈને કાયદો કર્યો પસાર, જેમાં વેક્સીન પણ છે ફરજીયાત
Covid-19

Follow us on

કોરોના સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના કારણે અનેક લોકો બેરોજગાર થયા છે તો ઘણા દેશોમાં આરોગ્ય સેવાની સ્થિતિ કથળી છે. ફ્રાંસ (France) સંસદે સોમવારે એવા કાયદાને મંજૂરી આપી છે કે જેમાં ખાસ વાયરસ પાસપોર્ટને રોજિંદા જીવનનો એક ભાગ માનવામાં આવે છે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

કારણ કે ફ્રેન્ચમાં હજુ પણ કોરોના મહામારી ચાલુ જ છે. સંસદના બંને ગૃહો વચ્ચે નવા પગલાંને લઈને ઘર્ષણ થયું હતું. બાદમાં સંસદના બંને ગૃહો વચ્ચે સમાધાન થયું હતું.આ કાયદાને લઈને ઘણા લોકો માને છે કે નાગરિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો કે ફ્રાન્સના લોકોને સિનેમાઘરો, નાઈટક્લબ અથવા તો ટ્રેન અને વિમાનો જેવા કોઈ પણ જાહેર સ્થળોની મુલાકાત માટે ફૂલ વેક્સિનેશન અથવા કોરોના નેગેટિવ જરૂરી રહેશે. આ નિયમ શરૂઆતમાં ફક્ત પુખ્ત વયે લાગુ પડે છે, પરંતુ 30 સપ્ટેમ્બરથી 12 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે ફરજિયાત બનશે. આરોગ્ય પાસ કાગળ અથવા ડિજિટલ ફોર્મેટમાં ચાલી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ નવા કાયદામાં કહેવામાં આવ્યું છે કે., આરોગ્યસંભાળ ક્ષેત્રના તમામ કામદારોને 15 સપ્ટેમ્બર સુધીમાં રસી આપવાનું શરૂ કરવું અથવા જોખમ સસ્પેન્શનની પણ આવશ્યકતા છે. નવા કાયદામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકારના હુકમનામું દર્શાવે છે કે અન્ય દેશોના રસીકરણના દસ્તાવેજો કેવી રીતે હેન્ડલ કરવા. આ કાયદો 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ પછી રોગચાળાની પરિસ્થિતિના આધારે રહેશે.

આ બિલ છ મહિના પહેલા મુકવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રીઓએ રવિવારે મોડી રાત સુધી આ કાયદા પર કામ કર્યું હતું અને રવિવારની મધરાતે આ કાયદો સેનેટમાં પસાર કરવામાં આવ્યો હતો.

નવા કાયદા એ મેક્રોન સરકારની કોવિડ -19 સામેની રસીકરણને માટે એક હથિયાર છે. કોરોનાના નવા વેરિઅન્ટ પર દેશના સ્વાસ્થ્ય સુવિધાના માળખા નબળા પડે છે. ફ્રાન્સમાં 1,11,000 થી વધુ લોકોએ કોરોનાની જીવ ગુમાવ્યો છે. હાલ ફ્રેન્ચ આ દરરોજ 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

આ સાથે જ મેક્રોનેએ વાયરસ સામે લડવા માટે રાષ્ટ્રીય એકતા અને સામૂહિક રસીકરણ માટે અપીલ કરી હતી. આ સાથે જ રસી વિરોધી ભાવના અને વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય કર્મચારીઓને વિશેષ પાસ નિયમ અને ફરજિયાત રસીકરણ વિરુદ્ધ આશરે 1 લાખથી વધુ લોકોએ શનિવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ Video : ખેતરમાં અચાનક 10 ફૂટ ઊંચી આવી ગઈ જમીન, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article