પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ

|

Aug 22, 2024 | 3:53 PM

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં.

પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ
PM Modi In Poland

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલેન્ડ સાથેના સંબંધોનું વિશેષ મહત્વ છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.

પોલેન્ડના વડા પ્રધાન ટસ્ક સાથે સ્ટેજ શેર કરતાં પીએમ મોદીએ કહ્યું, “હું ઉષ્માભર્યું સ્વાગત અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત અને પોલેન્ડના સંબંધમાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજે 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો હવે સુધરી રહ્યા છે.

યુક્રેન કટોકટી દરમિયાન પોલેન્ડના સહયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં યુક્રેન કટોકટી દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં પોલેન્ડે જે ઉદારતા દાખવી હતી તેને ભારત ક્યારેય ભૂલી શકે નહીં. તેમણે કહ્યું કે પોલેન્ડ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાંનું એક છે. અમે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડમાં જોડાવા માટે પોલેન્ડની કંપનીઓને આમંત્રણ આપીએ છીએ.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

વિશ્વના ઘણા ક્ષેત્રોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરીએ છીએ. આ માટે ભારત તેના મિત્ર દેશો સાથે શક્ય તમામ સહયોગ આપવા તૈયાર છે.

યુક્રેન સંકટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. માત્ર વાતચીત દ્વારા જ ઉકેલ શક્ય છે.

Next Article