ઈરાન એક એવો દેશ છે, જ્યાં મહિલાઓના કપડાંને લઈને કડક કાયદા છે. ઈરાનમાં, સ્ત્રીઓએ હેડસ્કાર્ફ અને સંપૂર્ણકપડાં પહેરવા જરૂરી છે. આ કાયદો હોવા છતાં, તાજેતરમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક મહિલાએ કાયદાનું ઉલ્લંઘન કરીને જાહેર સ્થળે વિરોધમાં તેના શરીર પરના કપડાં ઉતારી દીધા હતા.
તેહરાન આઝાદ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં એક મહિલા વિદ્યાર્થીનીએ અનોખો વિરોધ કર્યો હતો. વિદેશી મીડિયા અનુસાર, પોલીસ (બાસિજ મિલિશિયા)એ મહિલાને હેરાન કરી અને તેના હિજાબ અને કપડાં ફાડી નાખ્યા. આ પછી મહિલાએ યુનિવર્સિટીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે, અન્ય એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાએ ડ્રેસ કોડ મુજબ કપડાં પહેર્યા ન હતા, જેના કારણે પોલીસે તેને ચેતવણી આપતા મહિલાએ વિરોધ કરવાનું શરૂ કર્યું.
વિદ્યાર્થીનીએ પોતાના કપડા ઉતારીને યુનિવર્સિટીની બહાર બેસીને વિરોધ કર્યો હતો. મહિલા તેના વસ્ત્રો કાઢી નાખીને યુનિવર્સિટીની આસપાસના રસ્તાઓ પર ફરવા લાગી. આ પછી ઈરાનના અધિકારીઓએ વિદ્યાર્થીનીની ધરપકડ કરી હતી. ઈરાની મીડિયા પર્સન અમીર કબીરે દાવો કર્યો હતો કે ધરપકડ દરમિયાન મહિલાની મારપીટ કરવામાં આવી હતી.
In Iran, a student harassed by her university’s morality police over her “improper” hijab didn’t back down. She turned her body into a protest, stripping to her underwear and marching through campus—defying a regime that constantly controls women’s bodies. Her act is a powerful… pic.twitter.com/76ekxSK7bI
— Masih Alinejad ️ (@AlinejadMasih) November 2, 2024
દરમિયાન, ઈરાનની રૂઢિચુસ્ત ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીએ વર્ગમાં “અયોગ્ય કપડાં” પહેર્યા હતા અને સુરક્ષા રક્ષકો દ્વારા ડ્રેસ કોડનું પાલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ચેતવણી આપ્યા પછી, મહિલાએ “તેના કપડાં ઉતારી દીધા”. ” નજરે જોનારાને” ને ટાંકીને, અહેવાલમાં કહ્યું કે, સુરક્ષા રક્ષકોએ વિદ્યાર્થી સાથે “શાંતિથી” વાત કરી હતી.
ઈરાનમાં ફરજિયાત ડ્રેસ કોડને લઈને વર્ષ 2022માં મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો હતો. જ્યાં મહસા અમીનીના કસ્ટોડિયલ ડેથ બાદ મહિલાઓએ ફરજિયાત ડ્રેસ કોડ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ દરમિયાન મહિલાઓએ ન માત્ર તેમના હિજાબ ઉતાર્યા પરંતુ તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે હિજાબને બાળી નાખ્યા હતા. સરકારની કાર્યવાહી બાદ આ આંદોલન શાંત થયું. આ આંદોલનમાં 551 વિરોધીઓ માર્યા ગયા હતા અને હજારોની ધરપકડ કરવામાં આવી હતી.