ભારત જ નહીં, હવે કેનેડામાં પણ મુસ્લિમ ડિલિવરી બોય ગ્રાહકના કોલ્ડ્રીંક્સમાં થૂંકતા પકડાયો, Video થયો વાયરલ

|

Oct 01, 2024 | 1:52 PM

કેનેડામાં એક મુસ્લિમ ડિલિવરી બોય તરીકે કામ કરતો એક પાકિસ્તાની મુસ્લિમ ઇમિગ્રન્ટ ગ્રાહકના પીણામાં થૂંકતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ આ ડિલિવરી બોય સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

ભારત જ નહીં, હવે કેનેડામાં પણ મુસ્લિમ ડિલિવરી બોય ગ્રાહકના કોલ્ડ્રીંક્સમાં થૂંકતા પકડાયો, Video થયો વાયરલ
Canada

Follow us on

ભારતમાં અવારનવાર જમવામાં કે પછી રોટલી બનાવતી વખતે કે કોઈ કોલ્ડ્રીંક્સમાં થૂંકીને લોકોને આપતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેના વીડિયો પણ સામે આવતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના કેનેડામાં પણ સામે આવી છે. કેનેડામાં એક મુસ્લિમ ડિલિવરી બોય તરીકે કામ કરતો એક પાકિસ્તાની મુસ્લિમ ઇમિગ્રન્ટ ગ્રાહકના પીણામાં થૂંકતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ આ ડિલિવરી બોય સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે, કે એક ગ્રાહકે ઓર્ડર કરેલા કોલ્ડ્રીંક્સમાં એક ડિલિવરી બોય થૂકી રહ્યો છે અને ત્યાર બાદ તે કોલ્ડ્રીંક્સ ગ્રાહકને આપે છે. જો કે, ગ્રાહકે આ સમગ્ર ઘટના તેના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. આ ઘટના પછી આ મુસ્લિમ ડિલિવરી બોયને તેના દેશ પરત મોકલી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી હતી અને લોકોએ તેને માત્ર અસામાન્ય જ નહીં પરંતુ અનૈતિક પણ ગણાવી હતી. આવા કિસ્સાઓમાં ડિલિવરી સેવા કંપનીઓએ તેમના કર્મચારીઓના વર્તન અને ગ્રાહક સેવા પર ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે, જેથી બીજી વખત આવી કોઈ હરકત ના કરે. ત્યારે ગ્રાહકોએ પણ ઓનલાઈન ફૂડ મંગાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ, જો તમારા ઓર્ડર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી હોય તો, તરત જ ડિલિવરી સેવા આપતી કંપનીનો સંપર્ક કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

નોંધ : આ એક વાયરલ વીડિયો છે, Tv9 ગુજરાતી આ ઘટનાની પુષ્ટિ કરતું નથી.

Next Article