Pakistan : પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) મંગળવારે તેમની પાર્ટીના ધારાસભ્યોને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના(NO Trust Motion) દિવસે મતદાન કરવાથી દૂર રહેવા અથવા તે દિવસે નેશનલ એસેમ્બલીના (National Assembly) સત્રમાં ભાગ ન લેવા જણાવ્યુ છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સાંસદોને લખેલા પત્રમાં વડાપ્રધાન ખાને કહ્યું કે, “PTIના તમામ સભ્યોએ તે દિવસે નેશનલ એસેમ્બલીની બેઠકમાં મતદાન કરવાથી દૂર રહેવુ જોઈએ, જ્યારે આ પ્રસ્તાવ પર મતદાન કરવાનું હોય ત્યારે હાજરી આપશો નહીં.”
ઈમરાને કહ્યું કે, તમામ સભ્યોએ તેમના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને પાકિસ્તાનના બંધારણની કલમ 63 (A)ની જોગવાઈ પાછળના ઈરાદાને ધ્યાનમાં રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા નથી અને ખાન આ પડકારનો સામનો કરનારા ત્રીજા વડાપ્રધાન છે. ગુરુવારે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન એપ્રિલના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.
સોમવારે નેશનલ એસેમ્બલીના સત્ર દરમિયાન વિપક્ષી દળોએ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછીની તાજેતરની રાજકીય પરિસ્થિતિ પર રાશિદે(Rashid Shekh)) વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, ત્યારબાદ 3 એપ્રિલે મતદાન થશે. સાથે તેણે દાવો કર્યો હતો કે આમાં ઈમરાનનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ વિમુખ થયેલા સાથી પક્ષો ખાનની આગેવાની હેઠળની સરકારને ટેકો આપવા માટે પાછા આવશે, જેમ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદ (PML-Q) દ્વારા કરવામાં આવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને વિરોધ પક્ષોએ રવિવાર અને સોમવારે અલગ-અલગ રાજકીય રેલીઓ યોજ્યા બાદ તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે અને શહેરના એક ભાગમાં કોઈ નાકાબંધી લાદવામાં આવી નથી. રશીદે એમ પણ કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ રાજધાનીને મોટી ઘટનાથી બચાવતા ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે
આ પણ વાંચો : વોશિંગ્ટનમાં ભારત-યુએસ 2+2 મંત્રણા યોજાશે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ જયશંકર ભાગ લેશે