Pakistan Economic crisis: IMF સાથે ડીલ નહીં થાય તો કંગાળ પાકિસ્તાન લોન પરત નહીં કરી શકે, અમેરિકાએ પાકિસ્તાનને આપી મોટી ચેતવણી

|

Mar 14, 2023 | 2:15 PM

પાકિસ્તાને આગામી થોડા દિવસોમાં અબજો ડોલરની લોન પરત કરવાની છે. બેંક ઓફ અમેરિકાએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાનને ખરાબ સમય જોવો પડશે. જો IMF પાસેથી લોન નહીં મળે તો પાકિસ્તાને પણ લોનની રકમ ચૂકવવાનું બંધ કરવું પડશે.

Pakistan Economic crisis: IMF સાથે ડીલ નહીં થાય તો કંગાળ પાકિસ્તાન લોન પરત નહીં કરી શકે, અમેરિકાએ પાકિસ્તાનને આપી મોટી ચેતવણી
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિમાં તેને માત્ર IMF લોન જ મદદ કરી શકે છે. જો તેને IMF પાસેથી લોન ન મળે તો શક્ય છે કે તે લોન ચૂકવી શકશે નહીં. બેંક ઓફ અમેરિકાએ આ ચેતવણી આપી છે. તે જ સમયે, અહેવાલો એ પણ કહે છે કે પાકિસ્તાન IMF સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની નજીક છે. જોકે બેંકે એમ પણ કહ્યું છે કે ચીન એક નજીકનો સાથી છે જે આ સ્થિતિમાં પાકિસ્તાનની મદદ કરી શકે છે. અર્થશાસ્ત્રી કેથલીન ઓહ, જે બેંકના નિષ્ણાતોની ટીમનો ભાગ હતો, તેણે લખ્યું કે, ચીન પાકિસ્તાનનું સૌથી મોટું લેણદાર છે, તેથી તે ખરેખર મદદ કરી શકે છે.

આ પણ વાચો: India Pakistan Clash: પાકિસ્તાન આતંકવાદીઓનો એક્સપોર્ટર, ભારતે ફરી પાકિસ્તાનની કરી બોલતી બંધ

બેંકનો રિપોર્ટ બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કેથલીને કહ્યું કે જ્યાં સુધી પેમેન્ટ જલ્દી નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિમાં વધુ સુધારો નહીં થાય. તેમણે કહ્યું કે અઠવાડિયાની વાતચીત બાદ પણ હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાનને IMFનો આગામી હપ્તો મળશે કે નહીં. પાકિસ્તાને IMF લોન માટે ટેક્સમાં વધારો, વીજળી સબસિડી નાબૂદ કરવા સહિતની તમામ શરતો સ્વીકારી લીધી છે. ગુરુવારે, પાકિસ્તાનના નાણા સચિવ હમીદ યાકુબ શેખે દાવો કર્યો હતો કે, આગામી થોડા દિવસોમાં સમજૂતી થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્રણ અબજ ડોલરનું દેવું ચૂકવવાનું બાકી

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, પાકિસ્તાને જૂન સુધીમાં ત્રણ અબજ ડોલરની લોન ચૂકવવાની જરૂર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીનની ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક પાસેથી મળેલી લોન પાકિસ્તાન પર દબાણ ઘટાડવામાં મદદ કરી રહી છે. તે જ સમયે, ફિચ રેટિંગ એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે પાકિસ્તાનનું ડિફોલ્ટ હોવાની એક મોટી સંભાવના છે.

સોદો જલદી થઈ શકે છે

ફિચના ડિરેક્ટર ક્રિજનિસ ક્રસ્ટિન્સના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ડિફોલ્ટ થવાની સંભવના છે, પરંતુ તે 50 ટકાથી ઓછી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાની રૂપિયો ઝડપથી તેનું મૂલ્ય ગુમાવી રહ્યો છે. પરંતુ જો IMF પાસેથી લોન નહીં મળે તો આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જોકે અમેરિકાના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં IMF પાસેથી લોન મળી શકે છે. ગયા અઠવાડિયે નાણામંત્રી ઈશર ડારે પણ આ અંગે આશા વ્યક્ત કરી હતી.

Next Article