હોલીવુડના જાણીતા અભિનેતા ટોમ હેંક્સ અને તેમની પત્ની કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વીટ કરી પોતે આપી જાણકારી

|

Mar 12, 2020 | 3:36 AM

હોલીવુડના જાણીતા અભિનેતા ટોમ હેંક્સ (Tom Hanks) અને તેમની પત્ની રીટા વિલ્સન કોરોના વાયરસથી સંક્રમિત છે. બુધવારે તેમને આ વાતની પુષ્ટિ કરતાં સ્ટેટમેન્ટ ટ્વીટ કર્યુ છે. COVID-19થી સંક્રમિત હોવાની વાત સાર્વજનિક રીતે સ્વીકાર કરનારા આ પ્રથમ સેલિબ્રિટી છે. Hollywood actor Tom Hanks, his wife & actor Rita Wilson have tested positive for #coronavirus (file pic)#TV9News […]

હોલીવુડના જાણીતા અભિનેતા ટોમ હેંક્સ અને તેમની પત્ની કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વીટ કરી પોતે આપી જાણકારી

Follow us on

હોલીવુડના જાણીતા અભિનેતા ટોમ હેંક્સ (Tom Hanks) અને તેમની પત્ની રીટા વિલ્સન કોરોના વાયરસથી સંક્રમિત છે. બુધવારે તેમને આ વાતની પુષ્ટિ કરતાં સ્ટેટમેન્ટ ટ્વીટ કર્યુ છે. COVID-19થી સંક્રમિત હોવાની વાત સાર્વજનિક રીતે સ્વીકાર કરનારા આ પ્રથમ સેલિબ્રિટી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

63 વર્ષીય ટોમ હેંક્સ અને રીટા વિલ્સન એલ્વિસ પ્રેસ્લીના જીવન પર આધારિત એક ફિલ્મના પ્રોડક્શન માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. આ ફિલ્મમાં હેંક્સ પ્રેસ્લીના મેનેજર ટોમ પાર્કરનું પાત્ર નિભાવી રહ્યા છે. ટોમ હેંક્સે તેમના સ્ટેટમેન્ટમાં લખ્યું કે હેલો મિત્રો, રીટા અને હું ઓસ્ટ્રેલિયામાં છે. અમને બોડી પેઈન અને થોડોક થાક મહેસુસ થયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમે મજા કરી, સામાન્ય તાવ આવતો-જતો રહે છે. આ સમયમાં દુનિયાની સ્થિતી જોઈને અમે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટીવ આવ્યો છે. હવે આગળ શું? મેડિકલ અધિકારીઓએ ઘણા પ્રોટોકોલ જણાવ્યા છે, જેનું પાલન કરવાનું છે, અમે તપાસ કરાવતા રહીશું અને પોતાને આઈસોલેશનમાં રાખીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સમાચાર તે સમયે સામે આવ્યા છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 દિવસ માટે યૂરોપથી અમેરિકા આવનારા મુસાફરો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ટોમ હેંક્સ તેમની દમદાર એક્ટિંગ અને સારી ફિલ્મો પસંદ કરવા માટે જાણીતા છે. તેમને Saving Private Ryan (1998), The Terminal (2004), Bridge of Spies (2015), અને The Post (2017) જેવી યાદગાર ફિલ્મો સિનેમાજગતના પ્રેમીઓને આપી છે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: ભારતમાં વિદેશી મુસાફરોની એન્ટ્રી પર રોક, 15 એપ્રિલ સુધી વીઝા રદ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article