Diwali 2021 : દિવાળી સમારોહમાં અમેરિકી સાંસદ બોલ્યા, ‘હિન્દુ-અમેરિકન સંસ્કૃતિએ દેશ અને વિશ્વને સમૃદ્ધ બનાવ્યું’

|

Oct 28, 2021 | 9:29 AM

અમેરિકા કોંગ્રેસના ત્રણ વખત સભ્ય રહી ચૂકેલા ખન્નાએ કહ્યું કે કેલિફોર્નિયાના જિલ્લામાં સૌથી વધુ ભારતીય-અમેરિકન સમુદાય છે. આ કાર્યક્રમમાં સામાન્ય રીતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ, વહીવટીતંત્રના સભ્યો અને પ્રતિષ્ઠિત સમુદાયના નેતાઓ હાજરી આપે છે.

Diwali 2021 : દિવાળી સમારોહમાં અમેરિકી સાંસદ બોલ્યા, હિન્દુ-અમેરિકન સંસ્કૃતિએ દેશ અને વિશ્વને સમૃદ્ધ બનાવ્યું
File photo

Follow us on

દિવાળીની (Diwali) ઉજવણી ફક્ત દેશમાં કરવામાં આવે છે તેવું નથી પરંતુ વિદેશમાં પણ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોની આગેવાની હેઠળના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe biden) વહીવટીતંત્રના ટોચના સભ્યોના જૂથે અમેરિકન કોંગ્રેસમાં લોકશાહીના મંદિરમાં પ્રકાશના તહેવાર ‘દિવાળી’ ની ઉજવણી કરી હતી.

અમેરિકી સાંસદોએ કોંગ્રેસમાં દિવાળીની (Congressional Diwali celebration) વાર્ષિક ઉજવણી દરમિયાન કહ્યું કે હિન્દુ-અમેરિકન સંસ્કૃતિએ અમેરિકા અને વિશ્વને સમૃદ્ધ બનાવ્યું છે. કોંગ્રેસના સાંસદ ખન્નાએ કહ્યું કે, અમે આવા સમુદાયના રૂપમાં ખૂબ આગળ નીકળી ગયા છીએ, મને હિન્દુ-અમેરિકન હોવાનો ગર્વ છે. મને દિવાળીની ઉજવણી કરવાનો ગર્વ છે. ઘણી ભારતીય-અમેરિકન સંસ્થાઓ સાથે મળીને છેલ્લા ઘણા વર્ષોથી ‘અમેરિકન કોંગ્રેસ’ ખાતે લાઇટ્સ ફેસ્ટિવલનું આયોજન કરે છે.

આ કાર્યક્રમમાં સામાન્ય રીતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ, વહીવટીતંત્રના સભ્યો અને પ્રતિષ્ઠિત સમુદાયના નેતાઓ હાજરી આપે છે. આ વર્ષે COVID-19 પ્રતિબંધોને કારણે લોકોની સંખ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જોકે તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ત્રણ વખત સભ્ય રહી ચૂકેલા ખન્નાએ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાના જિલ્લામાં તેમની પાસે સૌથી વધુ ભારતીય-અમેરિકન સમુદાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર.રંગાસ્વામીએ જણાવ્યું હતું કે સરકારના તમામ પાસાઓમાં સેવા આપતા ભારતીય-અમેરિકનોની આટલી વધતી સંખ્યા સાથે દિવાળી દરમિયાન અમે અમારા સમુદાયમાં આ નાગરિક કર્મચારીઓની સેવાને ઓળખીએ છીએ. ભારતીય-અમેરિકન કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલે કહ્યું કે આ ભોજન, પ્રકાશનો સમુદાય કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આ કારણોસર ઈન્ડિયાસ્પોરાનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. “અમે એક કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છીએ જે આ દિવસને જાહેર રજા તરીકે જાહેર કરશે.

કોંગ્રેસ મહિલા કેરોલિન મેલોનીએ કહ્યું. એક વીડિયો સંદેશમાં સેનેટ ઈન્ડિયા કોકસના કો-ચેર સેનેટર જ્હોન કોર્નિને જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વર્ષોથી કેવી રીતે મજબૂત થયા છે તે જોઈને તેમને ગર્વ છે. કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન ડો. અમી બેરાએ પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

આ પણ વાંચો : Apple iOS 15.1 : ફેસટાઇમમાં ઉમેરાયુ આ ખાસ ફિચર, વીડિયો કોલ દરમિયાન મ્યુઝિક અને ફિલ્મ પણ કરી શકાશે સ્ટ્રીમ

આ પણ વાંચો : Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

Next Article