વિશ્વ યુદ્ધમાં લડવા માટે છોડવું પડ્યું હતું ભણતર, 96 વર્ષની ઉંમરે મળી ડિપ્લોમાની ડીગ્રી

|

Mar 22, 2021 | 6:49 PM

રેમંડ શોફરને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના દેશની સેવા કરવા લશ્કરમાં જવું પડ્યું હતું. જેના કારણે તેઓ ભણી શક્યા નહીં. 96 વર્ષની ઉંમરે તેમને ડીપ્લોમાંની ડીગ્રી આપવામાં આવી છે.

વિશ્વ યુદ્ધમાં લડવા માટે છોડવું પડ્યું હતું ભણતર, 96 વર્ષની ઉંમરે મળી ડિપ્લોમાની ડીગ્રી
File Image

Follow us on

સામાન્ય રીતે 15 અથવા 16 વર્ષની ઉંમરે વિદ્યાર્થીઓ તેમની હાઇસ્કૂલનું ભણતર પૂર્ણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈને 96 વર્ષની વયે હાઇસ્કૂલ ડિપ્લોમાની ડીગ્રી મેળવી હોય. જી હા યુ.એસ. માં બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ એક ફાઇટરને આ અઠવાડિયે પૂરા આદર સાથે સમારોહ દરમિયાન આ ડીગ્રી સોંપવામાં આવી.

વાતે એમ છે કે રેમંડ શોફરે તેમની હાઇસ્કૂલ મધ્યમાં છોડી દીધી હતી. કેમકે તેઓને પરિવારને સમર્થન કરવા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના દેશની સેવા કરવા લશ્કરમાં જવું પડ્યું હતું. જીવનભર સૈન્યમાં ફરજ બજાવ્યા બાદ શોફરને આ અઠવાડિયે લગભગ 80 વર્ષ બાદ વોટરફોર્ડ યુનિયન હાઇ સ્કૂલ વતી માનદ ડિપ્લોમાની ડીગ્રી આપવામાં આવી. રેમંડ શેફરે 1940 ના દાયકામાં તેમનો અભ્યાસ છોડી દીધો હતો. તેમણે કૌટુંબિક સંજોગો અને યુદ્ધના વાતાવરણ વચ્ચે આ મોટું પગલું ભર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઘણા વર્ષો લશ્કરમાં વિતાવ્યા. આ બાદ જ્યારે શોફર ફરજ પરથી પાછા ફર્યા, ત્યારે તેણે દાયકાઓ સુધી વિવિધ ઉપકરણોનું નિર્માણ કરીને ઘર ચલાવ્યું.

પારિવારિક મિત્રોએ આપ્યો સાથ

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

શેફરના પારિવારિક મિત્ર, સિંથિયા બેનેટે જણાવ્યું કે શોફરે તેના પરિવારને ટેકો આપવા માટે અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ તેને હંમેશા દુખ રહ્યું કે તે સ્કૂલની ડિપ્લોમા ડીગ્રી લઇ શક્યા નહીં. પછી શું હતું એક સમારંભ દરમિયાન બેનેટે તેના અન્ય મિત્રો અને શોફરના અધિકારીઓ સાથે આ અંગે વાત કરી. બધાએ સાથે મળીને શાળાને શોફરને તેની હાઇ સ્કૂલ ડિપ્લોમાંની ડીગ્રી આપવા કહ્યું, અને શાળા આ દેશની સેવામાં જીવન વિતાવનારા આ લડવૈયા માટે આ કાર્ય કરવાનું ના કહીં શકી નહીં અને શાળા સંચાલન તેમાં સહમત થઈ ગયું.

શાળાએ કહ્યું, અમને ગર્વ છે

શાળાએ વાત સ્વીકાર્યા પછી, બધા મિત્રોએ મળીને એક ફંક્શનનું આયોજન કર્યું. શોફરની જૂની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, તેના પરિવારના સભ્યો અને મિત્રો સહિત, સમારોહમાં ઘણા લોકો હાજર હતા. રેમંડ શોફરને સમારંભમાં ગૌરવપૂર્ણ રીતે શાળા વતી ડિપ્લોમા અને મેડલ એનાયત કરાયો હતો. રેમંડ શોફરે સમારોહમાં હાજરી આપી, માર્ચિંગ બેન્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારોહને સંબોધન કરતાં શાળાના આચાર્ય ડેન ફોસ્ટરએ જણાવ્યું હતું કે રેમંડે માત્ર દેશની જ સેવા કરી નથી, પરંતુ તેમણે વિશ્વની પણ સેવા કરી છે. અમને બધાએ તેમને હાઇસ્કૂલ ડિપ્લોમા આપવાનો ગર્વ છે.

ડિપ્લોમા પ્રાપ્ત કરીને ભાવુક થયા રેમંડ

દરમિયાન રેમંડ શોફર ડિપ્લોમા મેળવીને ખુબ ખુશ થઇ ગયા. સન્માન સમારોહ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા. જો કે તેમના સપનાને પરિપૂર્ણ કરવાની ભાવના તેમના ચહેરા પર પણ દેખાઈ રહી હતી. તેમને સંબોધનમાં કહ્યું કે મેં આ માટે ખૂબ લાંબી પ્રતીક્ષા કરી, આજે તે મારા હાથમાં છે, મારી ઈચ્છા પૂરી થઈ છે.

Next Article