અમેરિકા, બ્રિટનની જેમ હવે કેનેડાની ચૂંટણીમાં પણ ગુજરાતીઓ ઝંપલાવશે, શું પંજાબીઓને આપી શકશે ટક્કર?

અત્યાર સુધી પંજાબીઓના હાથમાં કેનેડાની રાજનીતિની ડોર રહી છે, હવે ગુજરાતીઓ પણ આ મેદાનમાં ઝંપલાવવા જઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું તેનાથી ખાલિસ્તાનીઓનું જે કટ્ટરપંથી આંદોલન ચાલી રહ્યુ છે તે નરમ પડશે કે નવી સરકારમાં તેને વધુ બળ મળશે?

અમેરિકા, બ્રિટનની જેમ હવે કેનેડાની ચૂંટણીમાં પણ ગુજરાતીઓ ઝંપલાવશે, શું પંજાબીઓને આપી શકશે ટક્કર?
| Updated on: Apr 17, 2025 | 5:14 PM

કેનેડાની રાજનીતિમાં પંજાબીઓનો ઘણો દબદબો રહેલો છે. જેમા હવે ગુજરાતીઓ પણ સામેલ થવા જઈ રહ્યા છે. આ મહિનાના અંતે થનારી સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાતી મૂળના ચાર ઉમેદવારો સામેલ થશે. પરંતુ આ કોણ છે અને શું પંજાબીઓની જેમ તેઓ કેનેડાની પોલિસી મેકિંગમાં ગાબડુ પાડી શકશે? કેનેડામાં ઓક્ટોબરમાં થનારી સામાન્ય ચૂંટણીઓ હવે એપ્રિલના અંતમાં યોજાશે. લિબરલ પાર્ટીના નેતા અને પીએમ માર્ક કાર્નીએ આ ફેરફાર કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે કર્યા છે. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતી ઉમેદવારો પણ કિસ્મત અજમાવી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે કેનેડાઈ પોલિટિક્સમાં નવા ઉમેદવારો માટે કેટલો અવકાશ છે. શું તેમની પાસે પહેલેથી જ મોટી વોટ બેંક છે. જે મહિનાના અંે થનારી ચૂંટણીમાં તેમની મદદ કરી શકે? ક્યા ગુજરાતી ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી કેનેડાની પ્રમુખ બે પાર્ટી તરફથી બે ઉમેદવારો જ્યાર બે અપક્ષ ઉમેદવાર છે. જયેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2001માં ભારતથી કેનેડા આવ્યા હતા. વ્યવસાયે સિવિલ એન્જિનિયર બ્રહ્મભટ્ટ હવે રિયલ...

Published On - 6:57 pm, Fri, 11 April 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો