17 જાન્યુઆરીના મહત્વના સમાચાર : કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના 3 આંચકા, ખાવડામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
17 Jan 2026 11:23 AM (IST)
વડોદરા: સુરસાગરમાં તંત્ર અને લારી ધારકો વચ્ચે તણાવ યથાવત
વડોદરાના સુરસાગર વિસ્તારમાં તંત્ર અને લારી ધારકો વચ્ચેનો તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોમાં ભારે રોષ ફેલાયો છે. દબાણ શાખાની ટીમ લારી અને ગલ્લા હટાવવા પહોંચતા સ્થળ પર હોબાળો સર્જાયો હતો. લારી ધારકોએ તંત્ર પર મનમાની અને પસંદગીભર્યા પગલાં લેવાના ગંભીર આક્ષેપો કર્યા છે. લારી ધારકોનું કહેવું છે કે કોર્પોરેશનની સૂચના મુજબ લારીઓ અંદર રાખી હોવા છતાં કેટલીક લારીઓ જપ્ત કરીને લઈ જવામાં આવી છે, જ્યારે અન્ય લારીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ભેદભાવ થયો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે.
-
17 Jan 2026 10:56 AM (IST)
વડોદરા: લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો
વડોદરા: લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો. ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલનની બેઠકમાં જવાની ના પાડી. જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવા ઈનકાર કર્યો. જૂના કામ પૂરા થશે તે બાદ જ સંકલનમાં ભાગ લેશે. અગાઉ વડોદરાના 5 ધારાસભ્યએ CMને પત્ર લખી રજૂઆત કરી હતી. અધિકારીઓ મનમાની કરી પ્રજાના કામ ન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા.
-
-
17 Jan 2026 10:33 AM (IST)
સુરત: શહેરના અલથાણમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ
સુરત: શહેરના અલથાણમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ થયુ છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર ગેમ રમવાના નામે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની અલથાણ પોલીસે ધરપકડ કરી છે. 21 વર્ષીય પીડિતા પતિ સાથે મજૂરી કામ કરે છે.
15 દિવસ પહેલાં જ બાંધકામ સાઈટ પર આરોપી રહેવા આવ્યો હતો. યુવતી એકલી હતી ત્યારે ગેમ રમવાના બહાને રૂમમાં આરોપી આવ્યો હતો. યુવતી સાથે દુષ્કર્મ આચરી ધાક-ધમકી આપી હતી. પીડિતાએ પતિને વાત કરતા મામલો અલથાણ પોલીસ મથકે પહોંચ્યો.
-
17 Jan 2026 09:31 AM (IST)
અમદાવાદ : આસ્ટોડિયા દરવાજા BRTS કોરિડોર રોડ પર અકસ્માત
અમદાવાદ : આસ્ટોડિયા દરવાજા BRTS કોરિડોર રોડ પર અકસ્માત સર્જાયો. બાઇક BRTSની રેલિંગ સાથે અથડાતા ચાલકનું મોત થયુ છે. બાઇકમાં પાછળ બેઠેલી પુત્રી ઇજાગ્રસ્ત થઇ છે. મૃતક વિરૂદ્ધ અગાઉ હત્યાનો ગુનો નોંધાયો હતો. મૃતકને વર્ષ 2007માં આજીવન કેદની સજા થઇ હતી. ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી.
-
17 Jan 2026 09:22 AM (IST)
ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરી માવઠાનો ખતરો
ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે ફરી માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
-
-
17 Jan 2026 08:47 AM (IST)
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે છે. બંગાળ અને આસામને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હાવડા અને ગુવાહાટી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. માલદામાં 3250 કરોડથી વધુના રેલવે અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આસામમાં ઐતિહાસિક બોડો સંસ્કૃતિના ભવ્ય ઉત્સવમાં ભાગ લેશે.
-
17 Jan 2026 08:10 AM (IST)
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી થઇ. ઉંચા વ્યાજની લાલચે કરોડોની છેતરપિંડી. સ્ટોન-ક્રશરના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડની ઠગાઈ. 12 ટકા વળતરની લાલચે વડાલિયા બંધુઓ પાસેથી કરોડો પડાવ્યા. ફાઈનાન્સર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ફરિયાદ દાખલ. ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયાને ઝડપ્યો. આરોપી વિજય માકડીયા પોલીસ પકડથી હજુ દૂર છે. આરોપીઓએ માત્ર 1 કરોડ 80 લાખ રૂપિયા પરત આપ્યા. રૂપિયા પરત ન આપવા પાછળ અમિતે આર્થિક તંગીનું કારણ આપ્યું. રાજકોટમાં વધુ લોકોને છેતર્યા હોવાની પોલીસને આશંકા છે.
-
17 Jan 2026 08:03 AM (IST)
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
-
17 Jan 2026 07:35 AM (IST)
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 km દૂર નોંધાયું છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં આ મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.
-
17 Jan 2026 07:34 AM (IST)
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર થઇ છે. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની બેઠક મળશે. 25 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રમાં 23 દિવસમાં 26 બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ.
આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.