GUJARAT : અમેરિકન કોન્સ્યુલ જનરલે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી, ઐતિહાસિક સ્થળોને નિહાળી વ્યક્ત કર્યો અહોભાવ

|

Sep 23, 2021 | 12:44 PM

અમદાવાદની બીજા દિવસની મુલાકાત દરમિયાન ડેવિડ રાંઝ બિપ્લવ પોલ અને તેમની ટીમને મળ્યાં હતા. બિપ્લવ પોલ અને તેમની ટીમે 2004માં મિયામીની મુલાકાત દરમિયાન ત્યાંની વોટર સપ્લાય સિસ્ટમ જોઇ હતી.

GUJARAT : અમેરિકન કોન્સ્યુલ જનરલે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી, ઐતિહાસિક સ્થળોને નિહાળી વ્યક્ત કર્યો અહોભાવ
GUJARAT: American Consul General visits various places in Gujarat, looks at historical places

Follow us on

અમેરિકન કોન્સ્યુલ જનરલ-મુંબઇ ડેવિડ રાંઝ હાલમાં જ ત્રણ દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ પહેલાં તે સુરત, વડોદરા, ભરૂચ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ મુલાકાતે પણ ગયા હતા. અમદાવાદમાં CG (કોન્સ્યુલ જનરલ)ના ત્રણ દિવસના રોકાણ દરમિયાન તે અલગ અલગ ક્ષેત્રના લોકોને મળ્યાં હતા. ખાસ એવા લોકોની પણ મુલાકાત લીધી હતી કે જે દિવ્યાંગ લોકો માટે કામ કરતા હોય. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને ઉદ્યોગપતિ અને GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી)ની મુલાકાત લીધી હતી. જીટીયુમાં CG ડેવિડે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને અમેરિકામાં અભ્યાસ માટે તેમના માટે સારા ભવિષ્યની વાત પણ કરી હતી.

તેમના ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેમણે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓનો પણ લુપ્ત ઉઠાવ્યો હતો, ઉપરાંત હેરીટેજ વોક કરીને ઐતિહાસિક ઇમારતો પણ નિહાળી હતી.

1- USAID દ્વારા દિવ્યાંગોની સહાય માટે થતા કામોની સમીક્ષા કરી

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

સીજી ડેવિડ રાંઝે હાઉસ ઓફ એમ.જીમાં દિવ્યાંગ મહિલાઓ માટે કામ કરતી સંસ્થા જેન્ડર ડિસએબીલીટી રીસોર્સ સેન્ટરના સ્ટેટ કોર્ડીનેટર મિતા પંચાલ સહિતના લોકોને મળ્યાં હતા. આ સંસ્થાને USAID દ્વારા આર્થિક પણ મદદ પુરી પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા જે જે દિવ્યાંગ મહિલાઓને મદદ પુરી પાડવામાં આવી છે તે મહિલાઓને મળવા સીજી સિંગરવા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા અને તેમને મળેલી મદદની સમીક્ષા પણ કરી હતી.

USAID દ્વારા દિવ્યાંગોની સહાય માટે થતા કામોની સમીક્ષા કરી

2- ભૂંગરૂ જેણે લોકોની જીંદગી બદલી નાંખી

અમદાવાદની બીજા દિવસની મુલાકાત દરમિયાન ડેવિડ રાંઝ બિપ્લવ પોલ અને તેમની ટીમને મળ્યાં હતા. બિપ્લવ પોલ અને તેમની ટીમે 2004માં મિયામીની મુલાકાત દરમિયાન ત્યાંની વોટર સપ્લાય સિસ્ટમ જોઇ હતી. તે સમયે ત્યાંની સરકાર જમીનમાંથી ખારૂ પાણી કાઢીને તેને ટ્રીટ કરીને પછી શહેરીજનો અને ખેતી માટે સપ્લાય કરતી હતી. જેની પાછળ ખાસો એવો ખર્ચ થતો હતો. બિપ્લવ પોલ અને તેમની ટીમે ભૂંગરૂ નામની ટેક્નોલોજી વિકસાવી અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને બાકીના દિવસોમાં ટ્રીટ કરી લોકોને આપવાની ટેક્નોલોજી વિકસાવી આપી. જેનાથી મેનપાવર અને આર્થિક ભારણ પણ ઘટ્યુ હતુ. આ ટેક્નોલોજી બાદમાં ભારત અને સાઉથ આફ્રિકા સહિત આઠ દેશમાં સ્થાનિક સરકારોએ અમલમાં મુકી હતી.

3 – GTU ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરી

ડેવિડ રાંઝ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની મુલાકાતે પણ ગયા હતા. જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન અને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામની વિગતો જાણી હતી. જીટીયુના વાઇસ ચાન્સલર ડો.નવિન શેઠે તેમને યુનિવર્સિટીના ફ્યુટર અને તેમના વિદ્યાર્થીઓની દુનિયાભરમાં પ્રસરેલી ખ્યાતી અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ અલગ અલગ દેશમાંથી આવીને જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ ડેવિડ રાંઝે વાત કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિદ્યાર્થીઓના અમેરિકામાં અભ્યાસના ભવિષ્ય અંગે પુછતા તેમણે વિદ્યાર્થીઓ માટે અમેરિકાના દ્વારા ખુલ્લા હોવાનું અને અમેરિકામાં તેમના ઉજ્જવળ ભવિષ્ય હોવાની વાત પણ કરી હતી.

GTU ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરી

 

4- ગુજરાતના મુખ્યમંત્રી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી

સ્વૈચ્છિક સંસ્થા અને વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત બાદ તેમણે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે પણ મુલાકાત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી

5- હેરીટેજ વોક દરમિયાન ઐતિહાસિક ઇમારતો નિહાળી

ડેવિડ રાંઝે અમદાવાદમાં હેરીટેજ વોક કરીને અહીંની પોળો, ઐતિહાસીક ઇમારતોની મુલાકાત લીધી હતી. હેરિટેજ ઇમારતોની કોતરણી, બાંધકામ સહિતની વસ્તુઓથી તે રોમાંચીત થઇ ઉઠ્યા હતા.

 

Next Article