AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના ગ્રાન્ડ કેન્યનમાં ભીષણ ગરમીથી 3ના મોત, ટ્રકના પૈંડા-રોડનો ડામર-ડસ્ટબિન ઓગળ્યાં, જુઓ VIDEO

અમેરિકાના ગ્રાન્ડ કેન્યનના નીચાણવાળા વિસ્તારોમાં તાપમાન 44.4°C સુધી પહોંચવાની આગાહી વચ્ચે નેશનલ વેધર સર્વિસે ‘એક્સ્ટ્રીમ હીટ વોચ’ જાહેર કરી છે. તાજેતરમાં ગરમી સંબંધિત ઘટનાઓમાં ત્રણ હાઇકર્સના મોત થયા હોવાથી ચિંતા વધી છે.

અમેરિકાના ગ્રાન્ડ કેન્યનમાં ભીષણ ગરમીથી 3ના મોત,  ટ્રકના પૈંડા-રોડનો ડામર-ડસ્ટબિન ઓગળ્યાં, જુઓ VIDEO
| Updated on: Jun 23, 2026 | 7:52 PM
Share

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS)એ ચેતવણી આપી છે કે સોમવારથી ગ્રાન્ડ કેન્યનના નીચાણવાળા વિસ્તારોમાં અતિશય ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અહીં તાપમાન 100°F (37.7°C)થી પણ ઉપર જઈ શકે છે. શનિવારે જાહેર કરાયેલ આ એલર્ટ સોમવારે સવારે 10 વાગ્યાથી મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. NWSના એરિઝોનાના ફ્લેગસ્ટાફ કાર્યાલય અનુસાર તાપમાન 112°F (44.4°C) સુધી પહોંચી શકે છે.

તાજેતરમાં ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કમાં ગરમી સંબંધિત ઘટનાઓમાં ત્રણ હાઇકર્સના મોત થયા હોવાથી ચિંતા વધી છે. હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે 4,000 ફૂટથી નીચાણવાળા વિસ્તારોમાં “અત્યંત જોખમી ગરમી” અનુભવાઈ શકે છે. દિવસ દરમિયાન હવાસુપાઈ ગાર્ડન્સમાં તાપમાન 97°F (36.1°C) અને ફેન્ટમ રેન્ચમાં 111°F (43.8°C) સુધી પહોંચી શકે છે. ફ્લેગસ્ટાફ કાર્યાલયે જણાવ્યું હતું કે, “પર્યાપ્ત ઠંડક અને પૂરતું પાણી ન મળવા પર, ખાસ કરીને લાંબા સમય સુધી બહાર રહેતા લોકો માટે ગરમી સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે.” વિભાગે વધુમાં જણાવ્યું કે “એક્સ્ટ્રીમ હીટ વોચ” જેવી ચેતવણીઓ વર્ષના સૌથી ગરમ દિવસો માટે જ જાહેર કરવામાં આવે છે અને જ્યારે તાપમાન જોખમી સ્તરે પહોંચવાની સંભાવના હોય ત્યારે જ તે આપવામાં આવે છે.

તાજેતરમાં ત્રણ હાઇકર્સના મોત

શુક્રવારે નેશનલ પાર્ક સર્વિસ (NPS)એ જણાવ્યું હતું કે 12 જૂન અને 16 જૂનના રોજ બનેલી બે અલગ-અલગ ગરમી સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. NPSના જણાવ્યા અનુસાર, બંને કેસમાં મૃતકો ઇનર કેન્યન વિસ્તારમાં હાઇકિંગ કરી રહ્યા હતા, જ્યાં બપોરના સમયે છાયામાં પણ તાપમાન 109°F (42.7°C)થી વધુ થઈ શકે છે.

(Image Credit: MOSCOW_EN)

12 જૂનના રોજ 72 વર્ષીય એક પુરુષનું સાઉથ કાઈબેબ ટ્રેલ પર ગરમી સંબંધિત લક્ષણોના કારણે મોત થયું હતું. જ્યારે 16 જૂનના રોજ બનેલી અલગ ઘટનામાં 67 વર્ષીય પુરુષ અને 68 વર્ષીય મહિલાનું નોર્થ કાઈબેબ ટ્રેલ પર મૃત્યુ થયું હતું. જોકે આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે. NPSએ જણાવ્યું હતું કે, “ઝડપી બચાવ કામગીરી અને હવાઈ સહાય ઉપલબ્ધ હોવા છતાં, બચાવકર્મીઓ પહોંચ્યા ત્યારે ત્રણેય લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.” આ મહીનાની શરૂઆતમાં પણ 18 વર્ષીય એક યુવકનું ગરમી સંબંધિત લક્ષણો બાદ પાર્કમાં મોત થયું હતું.

ઓરેગન, કેલિફોર્નિયા અને ટેક્સાસમાં પણ એલર્ટ

સોમવારથી મંગળવાર સુધી ઓરેગનના કેટલાક વિસ્તારોમાં પણ અતિશય ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે કેલિફોર્નિયાના કેટલાક વિસ્તારોમાં મંગળવાર સાંજથી ગુરુવાર સુધી હીટ વોચ અમલમાં રહેશે. ટેક્સાસના સાન એન્જેલો સ્થિત NWS કાર્યાલયે જણાવ્યું છે કે રવિવારથી આગામી સપ્તાહની શરૂઆત સુધી “ત્રણ અંકનું તાપમાન” એટલે કે 100°Fથી વધુ ગરમી અનુભવાઈ શકે છે. હાલમાં અલાસ્કા, પ્યુઅર્ટો રિકો, ફ્લોરિડા અને ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં પણ હીટ એડવાઈઝરી અમલમાં છે. ઉપરાંત આર્કાન્સાસ, ઓક્લાહોમા, ટેક્સાસ અને ન્યૂ મેક્સિકોના ભાગોમાં પણ રવિવારે ગરમી અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ફિફા વર્લ્ડ કપ પર પણ ગરમીનો પ્રભાવ

આ ગરમીની લહેર એવા સમયે આવી છે જ્યારે અમેરિકા, મેક્સિકો અને કેનેડા સાથે મળીને ફિફા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. તાજેતરમાં પ્રકાશિત એક વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની બે મેચો “ગંભીર ગરમી”ના સ્તરે રમાઈ હતી. ખેલાડીઓના સંગઠને અગાઉ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં મેચો મોડું કરવી અથવા મુલતવી રાખવી જોઈએ.

Breaking News: ગ્રિન કાર્ડને લઈ ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, ભારતીયોને અમેરિકા જવુ થશે વધુ મુશ્કેલ, જાણો ડિટેલ્સ

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">